(૧૯૨) બેશક આ (કુરઆન) સમગ્ર દુનિયાના રબનું ઉતારેલ છે.
(૧૯૩) અને અમાનતદાર ફરિશ્તો લઈને આવ્યો છે.
(૧૯૪) તમારા દિલ પર (ઉતાર્યુ છે) કે તમે સચેત કરનારાઓમાંથી થઈ જાઓ.
(૧૯૫) સ્પષ્ટ અરબી ભાષામાં છે.
(૧૯૬) અને આગળના નબીઓની કિતાબોમાં પણ આ (કુરઆન) ની ચર્ચા છે.[1]
(૧૯૭) શું આ લોકો માટે આ નિશાની પૂરતી નથી કે આને (કુરઆનની સચ્ચાઈને) તો ઈસરાઈલની સંતાનના વિદ્વાનો પણ જાણે છે ?
(૧૯૮) અને જો અમે આને (અરબી ભાષા સિવાય) કોઈ અજમી પર ઉતારતા.
(૧૯૯) તો તે તેમના સામે વાંચીને સંભળાવતો તો પણ આ લોકો તેને ન માનતા.
(૨૦૦) આવી જ રીતે અમે ગુનેહગારોના દિલોમાં (ઈન્કારને) દાખલ કરી દીધો છે.
(૨૦૧) તેઓ જ્યાં સુધી દુઃખદાયી અઝાબને જોઈ ન લે ત્યાં સુધી ઈમાન નહિ લાવે.
(૨૦૨) એટલા માટે તે (અઝાબ) અચાનક આવશે અને તેમને તેનો અંદાજો પણ નહિ હોય.
(૨૦૩) તે સમયે કહેશે કે, “શું અમને થોડી મહેતલ આપવામાં આવશે?”
(૨૦૪) તો શું આ લોકો અમારા અઝાબની જલ્દી મચાવી રહ્યા છે ?
(૨૦૫) સારુ, એ પણ બતાવો, કે જો અમે તેમને વર્ષો સુધી ફાયદો ઉઠાવવા દીધો.
(૨૦૬) પછી તેમના ઉપર તે (અઝાબ) આવી પહોંચ્યો જેનાથી તેમને ડરાવવામાં આવતા હતા.
(૨૦૭) તો જે કંઈ પણ ફાયદાઓ આપવામાં આવતા રહ્યા તેમાંથી કશું પણ તેમને કામ નહિ આવી શકે.
(૨૦૮) અને અમે કોઈ વસ્તીને બરબાદ નથી કરી, પરંતુ એ હાલતમાં કે તેના માટે ડરાવનારા હતા.
(૨૦૯) શિખામણના સ્વરૂપમાં, અને અમે જુલમ કરવાવાળા નથી.[1]
(૨૧૦) અને આ (કુરઆન)ને શેતાન નથી લાવ્યા.
(૨૧૧) અને ન તેઓ આને લાયક છે, ન તેઓને આની તાકાત છે.
(૨૧૨) પરંતુ તેઓ તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા છે.
(૨૧૩) એટલા માટે તમે અલ્લાહ સાથે કોઈ બીજા મા'બૂદોને ન પોકારો, નહિં તો તમે પણ સજા પામનારાઓમાં સામેલ થઈ જશો.
(૨૧૪) અને પોતાના નજીકના રિશ્તેદારોને ડરાવી દો.
(૨૧૫) જે લોકો પણ ઈમાન લાવનાર બનીને તમારા તાબે થઈ જાય, તેમના સાથે વિનમ્રતાનો વ્યવહાર કરો.
(૨૧૬) જો આ લોકો તમારી નાફરમાની કરે તો તમે એલાન કરી દો કે હું આ કામોથી અલગ છું જે તમે કરી રહ્યા છો.
(૨૧૭) પોતાનો સંપુર્ણ ભરોસો પ્રભુત્વશાળી અને દયાળુ અલ્લાહ પર રાખો.
(૨૧૮) જે તમને જોઈ રહ્યો છે જયારે કે તમે ઉઠો છો.
(૨૧૯) અને સિજદો કરનારાઓના વચ્ચે તમારું હરવું-ફરવું પણ.
(૨૨૦) બેશક તે ઘણો સાંભળનાર અને જાણનાર છે.
(૨૨૧) શું હું તમને બતાવું કે શેતાનો કોના ઉપર ઉતરે છે ?
(૨૨૨) તે દરેક જૂઠા ગુનેહગારો ઉપર ઉતરે છે.[1]
(૨૨૩) તેઓ (કાન) લગાવીને સાંભળેલી વાતો પહોંચાડી દે છે અને તેમનામાંથી મોટા ભાગના જૂઠા છે.
(૨૨૪) અને કવિઓનું અનુસરણ તે જ લોકો કરે છે જેઓ ભટકેલા છે.
(૨૨૫) શું તમે નથી જોતા કે કવિ દરેક ખીણમાં માથું ટકરાવતા ફરે છે.[1]
(૨૨૬) અને તેઓ જે કહે છે તે કરતા નથી.[1]
(૨૨૭) સિવાય તેમના જેઓ ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા અને અલ્લાહ (તઆલા))ની પ્રશંસાનું પુષ્કળ વર્ણન કર્યુ અને પોતાના ઉપરના જુલમ પછી બદલો લીધો, અને જેમણે જુલમ કર્યુ છે તેઓ હમણાં જાણી લેશે કે કયા પડખે પલ્ટે છે. (ع-૧૧)