Surah Fatir

સૂરહ ફાતિર

આયત : ૪૫ | રૂકૂ : ૫

સૂરહ ફાતિર (૩૫)

જનક, પ્રણેતા, પ્રવર્તક

સૂરહ ફાતિર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પિસ્તાળીસ (૪૫) આયતો અને પાંચ (૫) રૂકૂઅ છે.

(فاطرٌ) (ફાતિર)નો અર્થ છે શોધ કરવાવાળો, શરૂઆતમાં પેદા કરનાર, આ અલ્લાહની કુદરત તરફ ઈશારો છે કે તેણે આકાશ અને ધરતીને સૌથી પહેલા વગર કોઈ નમૂનાથી બનાવ્યા તો તેના માટે મનુષ્યોને બીજી વખત પેદા કરવું શું કઠીન કામ છે ?