Surah Az-Zumar

સૂરહ અઝ્-ઝુમર

રૂકૂ : ૫

આયત ૪૨ થી ૫૨

اَللّٰهُ یَتَوَفَّى الْاَنْفُسَ حِیْنَ مَوْتِهَا وَ الَّتِیْ لَمْ تَمُتْ فِیْ مَنَامِهَا ۚ فَیُمْسِكُ الَّتِیْ قَضٰى عَلَیْهَا الْمَوْتَ وَ یُرْسِلُ الْاُخْرٰۤى اِلٰۤى اَجَلٍ مُّسَمًّى ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ (42)

(૪૨) અલ્લાહ જ આત્મા (રૂહ)ને તેમના મૃત્યુ સમયે અને જેમની મૃત્યુ નથી આવી તેમને તેમની ઊંઘના સમયે કબ્જે કરી લે છે, પછી જેના પર મૃત્યુનો હુકમ થઈ ચૂક્યો છે તેને તો રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નિશ્ચિત સમય સુધી છોડી દે છે, ચિંતન-મનન કરનારાઓ માટે આમાં નિશ્ચિતરૂપે ઘણી નિશાનીઓ છે.


اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ شُفَعَآءَ ؕ قُلْ اَوَ لَوْ كَانُوْا لَا یَمْلِكُوْنَ شَیْئًا وَّ لَا یَعْقِلُوْنَ (43)

(૪૩) શું તે લોકોએ અલ્લાહ (તઆલા) સિવાય (બીજાઓને) ભલામણ કરનારા નક્કી કરી રાખ્યા છે ? (તમે) કહી દો કે ચાહે તેઓ કશો પણ અધિકાર ધરાવતા ન હોય ? અને ન અક્કલ ધરાવતા હોય ?


قُلْ لِّلّٰهِ الشَّفَاعَةُ جَمِیْعًا ؕ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ (44)

(૪૪) કહી દો કે તમામ ભલામણોનો માલિક અલ્લાહ છે તમામ આકાશો અને ધરતીનું રાજ્ય તેના માટે જ છે, પછી તમે બધા તેના તરફ પાછા ફેરવવામાં આવવાના છો.


وَ اِذَا ذُكِرَ اللّٰهُ وَحْدَهُ اشْمَاَزَّتْ قُلُوْبُ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ ۚ وَ اِذَا ذُكِرَ الَّذِیْنَ مِنْ دُوْنِهٖۤ اِذَا هُمْ یَسْتَبْشِرُوْنَ (45)

(૪૫) અને જયારે અલ્લાહ એકલાનું વર્ણન કરવામાં આવે છે તો તે લોકોના દિલ નફરત કરવા લાગે છે જેઓ આખિરત પર ઈમાન ધરાવતા નથી, અને જ્યારે તેના સિવાય (બીજાઓ)નું વર્ણન કરવામાં આવે તો તેમના દિલ ખુશ થઈ જાય છે.


قُلِ اللّٰهُمَّ فَاطِرَ السَّمٰوٰتِ وَ الْاَرْضِ عٰلِمَ الْغَیْبِ وَ الشَّهَادَةِ اَنْتَ تَحْكُمُ بَیْنَ عِبَادِكَ فِیْ مَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ (46)

(૪૬) (તમે) કહી દો કે હે અલ્લાહ! આકાશો અને ધરતીને પેદા કરનાર, છૂપા અને જાહેરને જાણનાર, તું જ પોતાના બંદાઓમાં તે વાતનો ફેંસલો કરીશ જેમાં તેઓ મતભેદ કરતા રહ્યા.


وَ لَوْ اَنَّ لِلَّذِیْنَ ظَلَمُوْا مَا فِی الْاَرْضِ جَمِیْعًا وَّ مِثْلَهٗ مَعَهٗ لَافْتَدَوْا بِهٖ مِنْ سُوْٓءِ الْعَذَابِ یَوْمَ الْقِیٰمَةِ ؕ وَ بَدَا لَهُمْ مِّنَ اللّٰهِ مَا لَمْ یَكُوْنُوْا یَحْتَسِبُوْنَ (47)

(૪૭) અને જો જાલિમોના પાસે તે બધું જ હોય જે ધરતી પર છે અને તેના સાથે એવું બીજુ પણ હોય, તો પણ બૂરી સજાથી બચવા માટે કયામતના દિવસે આ લોકો બધું જ આપી દે, અને તેમના સામે અલ્લાહ તરફથી તે બધું જાહેર થશે જેની કલ્પના પણ તેમને ન હતી.


وَ بَدَا لَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ (48)

(૪૮) અને જે કંઈ તેઓએ કર્યુ હતું તેની બૂરાઈઓ તેમના પર જાહેર થશે અને જેના સાથે તેઓ મજાક ઉડાવતા હતા તે તેમને આવીને ઘેરી લેશે.


فَاِذَا مَسَّ الْاِنْسَانَ ضُرٌّ دَعَانَا {ز} ثُمَّ اِذَا خَوَّلْنٰهُ نِعْمَةً مِّنَّا ۙ قَالَ اِنَّمَاۤ اُوْتِیْتُهٗ عَلٰى عِلْمٍ ؕ بَلْ هِیَ فِتْنَةٌ وَّ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ (49)

(૪૯) મનુષ્યને જયારે તકલીફ પહોંચે છે તો અમને પોકારે છે. પછી જયારે અમે તેને અમારા તરફથી કોઈ કૃપા આપી દઈએ તો કહેવા લાગે છે કે આ તો મને ફક્ત મારી અક્કલના કારણે આપવામાં આવ્યું છે, નહિં, બલ્કે આ તો પરીક્ષા છે પરંતુ આમનામાંથી મોટાભાગના લોકો જાણતા નથી.


قَدْ قَالَهَا الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ فَمَاۤ اَغْنٰى عَنْهُمْ مَّا كَانُوْا یَكْسِبُوْنَ (50)

(૫૦) આમનાથી પહેલાના લોકો પણ આ જ વાત કહી ચૂક્યા છે તો તેમની કમાણી તેમના કશું કામ ન આવી.


فَاَصَابَهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ؕ وَ الَّذِیْنَ ظَلَمُوْا مِنْ هٰۤؤُلَآءِ سَیُصِیْبُهُمْ سَیِّاٰتُ مَا كَسَبُوْا ۙ وَ مَا هُمْ بِمُعْجِزِیْنَ (51)

(૫૧) પછી તેમની તમામ બૂરાઈઓ તેમના પર આવી પડી, અને આમનામાંથી જેઓ પણ ગુનેહગાર છે એમની જ કરેલી બૂરાઈ પણ હવે એમના ઉપર આવી પડશે, આ લોકો (અમને) વિવશ કરી શકવાના નથી.



اَوَ لَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَبْسُطُ الرِّزْقَ لِمَنْ یَّشَآءُ وَ یَقْدِرُ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۧ (52)

(૫૨) શું આમને ખબર નથી કે અલ્લાહ (તઆલા) જેની ચાહે રોજી વિશાળ કરી દે છે અને જેની ચાહે તંગ ? ઈમાનવાળાઓ માટે આમાં મોટી નિશાનીઓ છે. (ع-)