(૧૦૧) અને જ્યારે અમે કોઈ આયતના સ્થાને બીજી આયત બદલીએ છીએ અને જે કંઈ અલ્લાહ (તઆલા) ઉતારે છે તેને તે સારી રીતે જાણે છે તો આ લોકો એવું કહે છે કે, “આ કુરઆન તમે પોતે ઘડી કાઢો છો”, વાત એ છે કે તેમનામાંથી મોટા ભાગના જાણતા જ નથી.
(૧૦૨) તમે કહી દો કે તેને તમારા રબ તરફથી જિબ્રઈલ સત્યના સાથે લઈને આવ્યા છે જેથી ઈમાનવાળાઓને અલ્લાહ (તઆલા) સ્થિરતા પ્રદાન કરે અને મુસલમાનો માટે માર્ગદર્શન અને ખુશખબર બની જાય.
(૧૦૩) અને અમને સારી રીતે ખબર છે જે કાફિરો કહે છે કે તમને તો એક વ્યક્તિ શીખવે છે તેની ભાષા જેના તરફ આ લોકો નિર્દેશ કરી રહ્યા છે અજમી (શુદ્ધ અરબી ભાષા નથી) છે, અને આ કુરઆન તો સ્પષ્ટ અરબી ભાષામાં છે.
(૧૦૪) જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતો પર ઈમાન નથી ધરાવતા તેમને અલ્લાહના તરફથી પણ હિદાયત પ્રાપ્ત નથી થતી અને તેમના માટે પીડાકારી સજા છે.
(૧૦૫) જૂઠો આરોપ તો તે જ લોકો લગાવે છે જેમને અલ્લાહ (તઆલા)ની આયતો પર ઈમાન હોતુ નથી, અને હકીકતમાં તેઓ જ જૂઠા છે.
(૧૦૬) જે વ્યક્તિ પોતાના ઈમાન પછી અલ્લાહથી કુફ્ર કરે તેના સિવાય જેને મજબૂર કરવામાં આવે અને તેનું દિલ ઈમાન પર કાયમ હોય, પરંતુ જે ખુલા દિલથી કુફ્ર કરે તો તેના ઉપર અલ્લાહનો પ્રકોપ છે અને આવા બધા લોકો માટે ખૂબ મોટો અઝાબ છે.[1]
(૧૦૭) આ એટલા માટે કે તેમણે દુનિયાની જિંદગીને આખિરતની જિંદગીથી બહેતર સમજી. બેશક અલ્લાહ (તઆલા) કાફિર લોકોને હિદાયત નથી આપતો.
(૧૦૮) આ તે લોકો છે જેમના દિલો પર અને જેમના કાનો પર અને જેમની આંખો પર અલ્લાહે મહોર મારી દીધી છે અને આ લોકો જ ગાફેલ છે.
(૧૦૯) કોઈ શંકા નથી કે આ જ લોકો આખિરતમાં વધારે નુક્સાન ઉઠાવનારા છે.
(૧૧૦) પછી જે લોકોને અજમાયશમાં નાખ્યા પછી (ધાર્મિક કારણોસર) હિજરત કરી પછી જિહાદ કર્યો અને સબ્રથી કામ લીધું, બેશક તમારો રબ આ વાતોના પછી તેમને માફ કરનાર અને દયાળુ છે.[1] (ع-૧૪)