Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૦) કાફિરોને તેમનો માલ અને તેમની સંતાનો અલ્લાહ (તઆલા)ના અઝાબોથી છોડાવવામાં કોઈ કામ નહિં આવી શકે, તેઓ તો જહન્નમનું બળતણ જ છે.
(૧૧) જેવો કે ફિરઔનની સંતાનનો હાલ થયો અને તેમનો જેઓ તેમના પહેલા હતા, તેઓએ અમારી નિશાનીઓને જૂઠાડી, પછી અલ્લાહ (તઆલા)એ તેમને તેમના ગુનાહો પર પકડી લીધા અને અલ્લાહ (તઆલા) સખત સજા આપનાર છે.
(૧૨) કાફિરોને કહી દો કે તમે લોકો નજીકના ભવિષ્યમાં પરાજિત કરવામાં આવશો. અને જહન્નમ તરફ જમા કરવામાં આવશો અને તે ખરાબ પાથરણું છે.
(૧૩) બેશક તમારા માટે (બોધપાઠની) નિશાની હતી, તે બે જમાઅતોમાં જેઓ એકબીજા સાથે લડી રહી હતી, એક જમાઅત અલ્લાહના માર્ગમાં લડી રહી હતી, અને બીજી જમાઅત કાફિરોની હતી, તેઓ તેમને પોતાની આંખોથી બમણા જોતા હતા અને અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાની મદદથી મજબૂત કરી દે છે. બેશક આમાં આંખોવાળાઓ માટે મોટી નસીહત છે.
(૧૪) પસંદગીની વસ્તુઓની મોહબ્બત લોકો માટે લોભામણી બનાવી દેવામાં આવી છે, જેવી કે સ્ત્રીઓ અને બાળકો, સોના-ચાંદીના જમા કરેલ ખજાનાઓ અને નિશાની કરેલ ઘોડાઓ અને ચોપાયાં અને ખેતી,[6] આ દુનિયાની જિંદગીનો સામાન છે, અને પાછા ફરવાનું સારૂં ઠેકાણું તો અલ્લાહ (તઆલા) પાસે જ છે.
(૧૫) તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે,[7] અને પવિત્ર પત્નીઓ[8] અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે.
(૧૬) જેઓ કહે છે કે અય અમારા રબ! અમે ઈમાન લાવી ચૂક્યા, એટલા માટે અમારા ગુનાહોને માફ કરી દે અને અમને આગના અઝાબથી બચાવ.
(૧૭) જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા (ક્ષમા-યાચના) કરવાવાળા છે.
(૧૮) અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રાખવાવાળો છે, તે જ જબરદસ્ત હિકમતવાળો છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી.
(૧૯) બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે,[9] અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો, અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે.
(૨૦) જો તેઓ તમારાથી ઝઘડો કરે તો તમે કહી દો કે મેં અને મારા પેરોકારોએ પોતાને અલ્લાહના માટે સમર્પિત કરી દીધા અને તમે કિતાબવાળાઓ અને અભણ લોકોને[10] કહો કે “શું તમે ઈસ્લામ લાવ્યા?'' જો તેઓ ઈસ્લામને કબૂલ કરે તો સીધો રસ્તો મેળવી લીધો અને જો મોઢું ફેરવે તો તમારે ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ બંદાઓને જોઈ રહ્યો છે.