Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૧૧

આયત ૭૭ થી ૮૩

وَ لِلّٰهِ غَیْبُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ مَاۤ اَمْرُ السَّاعَةِ اِلَّا كَلَمْحِ الْبَصَرِ اَوْ هُوَ اَقْرَبُ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (77)

(૭૭) અને આકાશો અને ધરતીના ગૈબનું ઈલ્મ તો ફક્ત અલ્લાહને જ છે અને કયામતની વાત તો એવી છે જેવી કે આંખનો પલકારો, બલ્કે એનાથી પણ વધારે નજીક, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.


وَ اللّٰهُ اَخْرَجَكُمْ مِّنْۢ بُطُوْنِ اُمَّهٰتِكُمْ لَا تَعْلَمُوْنَ شَیْئًا ۙ وَّ جَعَلَ لَكُمُ السَّمْعَ وَ الْاَبْصَارَ وَ الْاَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ (78)

(૭૮) અને અલ્લાહ (તઆલા)એ તમને તમારી માતાઓના પેટમાંથી કાઢ્યા છે કે તે સમયે તમે કશું પણ જાણતા ન હતા, તેણે જ તમારા કાન અને આંખો અને દિલ બનાવ્યા કે તમે આભાર માનો.


اَلَمْ یَرَوْا اِلَى الطَّیْرِ مُسَخَّرٰتٍ فِیْ جَوِّ السَّمَآءِ ؕ مَا یُمْسِكُهُنَّ اِلَّا اللّٰهُ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ (79)

(૭૯) શું આ લોકોએ પક્ષીઓને નથી જોતા કે હુકમ મુજબ બંધાયેલા આકાશમાં છે, જેમને અલ્લાહ સિવાય કોઈ બીજો ટેકવી નથી રાખતો, બેશક આમાં ઈમાનવાળાઓ માટે મોટી નિશાનીઓ છે.


وَ اللّٰهُ جَعَلَ لَكُمْ مِّنْۢ بُیُوْتِكُمْ سَكَنًا وَّ جَعَلَ لَكُمْ مِّنْ جُلُوْدِ الْاَنْعَامِ بُیُوْتًا تَسْتَخِفُّوْنَهَا یَوْمَ ظَعْنِكُمْ وَ یَوْمَ اِقَامَتِكُمْ ۙ وَ مِنْ اَصْوَافِهَا وَ اَوْبَارِهَا وَ اَشْعَارِهَاۤ اَثَاثًا وَّ مَتَاعًا اِلٰى حِیْنٍ (80)

(૮૦) અને અલ્લાહ (તઆલા)એ તમારા માટે તમારા ઘરોમાં શાંતિ પ્રાપ્ત કરવાની જગ્યા બનાવી દીધી છે, અને તેણે તમારા માટે જાનવરોના ચામડામાંથી ઘર બનાવી દીધા છે, જેને તમે હલકા પામો છો પોતાના પ્રસ્‍થાનના દિવસે અને પોતાના પડાવના દિવસે પણ, અને તેમના ઊન, રુંવાટી અને વાળમાંથી પણ તેણે ઘણી બધી વસ્તુઓ બનાવી દીધી એક નિશ્ચિત સમય સુધીના ફાયદા માટે.


وَ اللّٰهُ جَعَلَ لَكُمْ مِّمَّا خَلَقَ ظِلٰلًا وَّ جَعَلَ لَكُمْ مِّنَ الْجِبَالِ اَكْنَانًا وَّ جَعَلَ لَكُمْ سَرَابِیْلَ تَقِیْكُمُ الْحَرَّ وَ سَرَابِیْلَ تَقِیْكُمْ بَاْسَكُمْ ؕ كَذٰلِكَ یُتِمُّ نِعْمَتَهٗ عَلَیْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُوْنَ (81)

(૮૧) અને અલ્લાહે જ તમારા માટે પોતાની પેદા કરેલી વસ્તુઓમાંથી છાંયડો બનાવ્યો છે, અને તેણે તમારા માટે પહાડોમાં ગુફાઓ બનાવી છે, અને તેણે તમારા માટે કપડાં બનાવ્યા છે જે તમને ગરમીથી બચાવે છે, અને એવા કવચ પણ જે તમને લડાઈના સમયે કામ આવે. તે આ રીતે પોતાની પૂરેપૂરી ને'મત પ્રદાન કરી રહ્યો છે કે તમે આજ્ઞાંકિત બની જાઓ.


فَاِنْ تَوَلَّوْا فَاِنَّمَا عَلَیْكَ الْبَلٰغُ الْمُبِیْنُ (82)

(૮૨) પછી પણ જો આ લોકો મોઢું ફેરવે તો તમારા પર ફક્ત સ્પષ્ટ રીતે સંદેશો પહોંચાડી દેવાનું છે.


یَعْرِفُوْنَ نِعْمَتَ اللّٰهِ ثُمَّ یُنْكِرُوْنَهَا وَ اَكْثَرُهُمُ الْكٰفِرُوْنَ ۧ (83)

(૮૩) આ લોકો અલ્લાહની ને'મત જાણે છે પછી પણ તેનો ઈન્કાર કરે છે બલ્કે તેમનામાંથી મોટા ભાગના સત્યને માનવા તૈયાર નથી. (ع-૧૧)