Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૭

આયત ૬૧ થી ૭૦

وَ مَا تَكُوْنُ فِیْ شَاْنٍ وَّ مَا تَتْلُوْا مِنْهُ مِنْ قُرْاٰنٍ وَّ لَا تَعْمَلُوْنَ مِنْ عَمَلٍ اِلَّا كُنَّا عَلَیْكُمْ شُهُوْدًا اِذْ تُفِیْضُوْنَ فِیْهِ ؕ وَ مَا یَعْزُبُ عَنْ رَّبِّكَ مِنْ مِّثْقَالِ ذَرَّةٍ فِی الْاَرْضِ وَ لَا فِی السَّمَآءِ وَ لَاۤ اَصْغَرَ مِنْ ذٰلِكَ وَ لَاۤ اَكْبَرَ اِلَّا فِیْ كِتٰبٍ مُّبِیْنٍ (61)

(૬૧) અને તમે ગમે તે સ્થિતિમાં હોવ અને આ સ્થિતિમાં તમે જે કંઈ પણ કુરઆન પઢતા હોય અને તમે લોકો જે પણ કામ કરો છો અમને બધી ખબર રહે છે જયારે તમે તે કામમાં વ્યસ્ત રહો છો, અને તમારા રબથી કોઈ વસ્તુ રજ બરાબર પણ છૂપી નથી, ન ધરતીમાં ન આકાશોમાં અને ન કોઈ વસ્તુ તેનાથી નાની અને ન કોઈ મોટી, પરંતુ આ બધુ જ સ્પષ્ટ કિતાબમાં છે.


اَلَاۤ اِنَّ اَوْلِیَآءَ اللّٰهِ لَا خَوْفٌ عَلَیْهِمْ وَ لَا هُمْ یَحْزَنُوْنَۚۖ (62)

(૬૨) જાણી લો કે અલ્લાહના દોસ્તો પર ન કોઈ ડર છે ન તેઓ દુઃખી થાય છે.


الَّذِیْنَ اٰمَنُوْا وَ كَانُوْا یَتَّقُوْنَؕ (63)

(૬૩) આ તે લોકો છે જેઓ ઈમાન લાવ્યા અને (ગુનાહોથી) તકવો અપનાવે છે.


لَهُمُ الْبُشْرٰى فِی الْحَیٰوةِ الدُّنْیَا وَ فِی الْاٰخِرَةِ ؕ لَا تَبْدِیْلَ لِكَلِمٰتِ اللّٰهِ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِیْمُؕ (64)

(૬૪) તેમના માટે દુનિયાની જિંદગીમાં પણ અને આખિરતમાં પણ ખુશખબર છે, અલ્લાહ (તઆલા)ના કલીમાત (વાણી) માં કોઈ બદલાવ નથી આવતો, આ મોટી કામયાબી છે.


وَ لَا یَحْزُنْكَ قَوْلُهُمْ ۘ اِنَّ الْعِزَّةَ لِلّٰهِ جَمِیْعًا ؕ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (65)

(૬૫) અને તમને તેમની વાતો દુઃખમાં ન નાખે, સંપૂર્ણ પ્રભુત્વ અલ્લાહ માટે જ છે તે બધું જ સાંભળે અને જાણે છે.


اَلَاۤ اِنَّ لِلّٰهِ مَنْ فِی السَّمٰوٰتِ وَ مَنْ فِی الْاَرْضِ ؕ وَ مَا یَتَّبِعُ الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ شُرَكَآءَ ؕ اِنْ یَّتَّبِعُوْنَ اِلَّا الظَّنَّ وَ اِنْ هُمْ اِلَّا یَخْرُصُوْنَ (66)

(૬૬) યાદ રાખો જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, આ બધુ અલ્લાહનું જ છે અને જે લોકો અલ્લાહને છોડીને બીજા ભાગીદારોને પોકારે છે તેઓ કઈ વસ્તુનું અનુસરણ કરી રહ્યા છે, ફક્ત ખયાલી વિચારોનું અનુસરણ કરે છે અને ફક્ત અટકળોવાળી વાતો કરી રહ્યા છે.


هُوَ الَّذِیْ جَعَلَ لَكُمُ الَّیْلَ لِتَسْكُنُوْا فِیْهِ وَ النَّهَارَ مُبْصِرًا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّسْمَعُوْنَ (67)

(૬૭) તે એવો છે જેણે તમારા માટે રાત બનાવી જેથી તમે આમાં આરામ કરો અને દિવસ પણ એવી રીતે બનાવ્યો કે જોવા સમજવાનું માધ્યમ બને, બેશક તેમાં નિશાનીઓ છે તે લોકો માટે જેઓ સાંભળે છે.


قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ هُوَ الْغَنِیُّ ؕ لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ اِنْ عِنْدَكُمْ مِّنْ سُلْطٰنٍۭ بِهٰذَا ؕ اَتَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ (68)

(૬૮) તેઓ કહે છે કે અલ્લાહ સંતાન ધરાવે છે, તે તેનાથી પવિત્ર છે, તે તો બેનિયાઝ છે, તેની જ માલિકી છે જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે, તમારા પાસે તેના ઉપર કોઈ સબૂત નથી, શું અલ્લાહ પર એવી વાત કહો છો જે તમારા ઈલ્મમાં નથી?


قُلْ اِنَّ الَّذِیْنَ یَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ لَا یُفْلِحُوْنَؕ (69)

(૬૯) (તમે) કહી દો કે, “જે લોકો અલ્લાહ પર જૂઠો આરોપ મૂકે છે તેઓ કામયાબ નહિ થાય.”


مَتَاعٌ فِی الدُّنْیَا ثُمَّ اِلَیْنَا مَرْجِعُهُمْ ثُمَّ نُذِیْقُهُمُ الْعَذَابَ الشَّدِیْدَ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ ۧ (70)

(૭૦) (આ) દુનિયામાં થોડું સુખ છે પછી અમારા પાસે તેમને આવવાનું છે, પછી અમે તેમને તેમના કુફ્રના બદલામાં સખત સજાનો સ્વાદ ચખાડીશું. (ع-)