(૨૮) અલ્લાહ (તઆલા) એ એક ઉદાહરણ તમારા પોતાનું જ વર્ણન કર્યું, જે કંઈ અમે તમને આપી રાખ્યું છે શું તેમાં તમારા ગુલામોમાંથી કોઈ તમારો ભાગીદાર છે કે તમે અને તેઓ આમાં બરાબરીના હોય ?[1] અને તમે તેમનો એવી રીતે ડર રાખો જેવો કે તમારા પોતાનાઓનો, અમે બુદ્ધિશાળી લોકો માટે આ રીતે સ્પષ્ટ નિશાનીઓ રજૂ કરીએ છીએ.
(૨૯) સાચી વાત એ છે કે આ જાલિમો ઈલ્મ વગર ઈચ્છાઓના પૂજારી છે, તેને કોણ માર્ગ દેખાડે જેને અલ્લાહ માર્ગથી હટાવી દે?[1] આવા લોકોનો કોઈ મદદ કરવાવાળો નથી.
(૩૦) તો તમે એકાગ્ર થઈ પોતાનો ચહેરો આ ધર્મ તરફ કેન્દ્રિત કરી દો, અલ્લાહ (તઆલા)ની તે પ્રકૃતિ જેના ઉપર તેણે મનુષ્યોને પેદા કર્યા છે, અલ્લાહ (તઆલા)ની બનાવેલ પ્રકૃતિ બદલી શકાતી નથી. આ જ સાચો ધર્મ છે પરંતુ મોટાભાગના લોકો સમજતા નથી.
(૩૧) (લોકો!) અલ્લાહ (તઆલા) તરફ રજૂ થઈને તેનાથી ડરતા રહો અને નમાઝ કાયમ કરો, અને તે મુશરિકોમાંથી ન થઈ જાઓ.
(૩૨) જેમણે પોતાના ધર્મના ટૂકડે ટૂકડા કરી દીધા અને પોતે પણ જૂથોમાં વહેંચાઈ ગયા, દરેક જૂથ તે વસ્તુ પર મગ્ન છે જે તેમના પાસે છે.[1]
(૩૩) અને લોકોને જ્યારે કોઈ તકલીફ પહોંચે છે પોતાના રબ તરફ એકાગ્ર થઈ દુઆઓ કરે છે અને જ્યારે તે પોતાના તરફથી કૃપાની મજા ચખાડે છે, તેમનામાંથી એક જૂથ પોતાના રબ સાથે શિર્ક કરવા લાગે છે.
(૩૪) જેથી તેઓ તે વસ્તુની નાશુક્રી કરે જે અમે તેમને આપી છે, ભલે તમે ફાયદો ઉઠાવી લો, ખૂબ જલ્દી તમને ખબર પડી જશે.
(૩૫) શું અમે તેમના પર કોઈ સનદ ઉતારી છે, જે તેની સાક્ષી આપે જેને આ લોકો અલ્લાહના ભાગીદાર બનાવી રહ્યા છે ?
(૩૬) અને જયારે અમે લોકોને કૃપાની મજા ચખાડીએ છીએ તો તેઓ ઘણા ખુશ થઈ જાય છે અને જો તેમને તેમના હાથોના કરતૂતોના કારણે કોઈ મુસીબત આવે છે તો એકાએક તેઓ નિરાશ થઈ જાય છે.
(૩૭) શું આ લોકો જોતા નથી કે અલ્લાહ (તઆલા) જેની ચાહે રોજી વિશાળ કરે છે અને જેની ચાહે તંગ ? આમાં પણ નિશાનીઓ છે તે લોકોના માટે જેઓ ઈમાન લાવે છે.
(૩૮) તો નજીકના રિશ્તેદારોને, ગરીબોને, મુસાફરોને દરેકને તેમનો હક આપો, આ તેમના માટે બહેતર છે જેઓ અલ્લાહ (તઆલા)ના ચહેરાનું દર્શન (ઝિયારત) કરવા ચાહે છે, આવા જ લોકો સફળતા પ્રાપ્ત કરનારા છે.
(૩૯) અને તમે જે વ્યાજ આપો છો કે લોકોનો માલ વધતો રહે, અલ્લાહના ત્યાં તે વધતો નથી,[1] અને જે કંઈ ઝકાત તમે અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના આશયથી આપો છો, તો આવા જ લોકો પોતાનો માલ વધારે છે.
(૪૦) અલ્લાહ (તઆલા) તે છે જેણે તમને પેદા કર્યા પછી રોજી આપી, પછી તમને મૃત્યુ આપશે, ફરીથી તમને જીવતા કરશે. બતાવો! તમારા ભાગીદારોમાંથી કોઈપણ એવો છે જે આમાંથી કોઈ પણ કામ કરી શકે ? અલ્લાહ (તઆલા)ના માટે પવિત્રતા છે અને ઉચ્ચતર અને શ્રેષ્ઠ છે તે શિર્કથી જે આ લોકો કરે છે. (ع-૪)