(૭૧) અને તમે તેમને નૂહની ખબર પઢીને સંભળાવો જ્યારે કે તેમણે તેમની કોમથી કહ્યું કે, “હે મારી કોમના લોકો! જો તમને મારૂ રહેવુ અને અલ્લાહના હુકમોની તાલીમ આપવી ભારે લાગે છે તો મારો તો અલ્લાહ ઉપર જ ભરોસો છે, તમે પોતાની યોજના તમારા સાથીઓ સાથે મજબૂત કરી લો, પછી તમારી યોજના તમારા માટે ગભરામણનું કારણ ન બનવી જોઈએ, પછી મારા સાથે કરી ગુજરો અને મને મોકો ન આપો.
(૭૨) પછી પણ તમે મોઢુ ફેરવી લો તો હું તમારા પાસે કોઈ બદલો નથી માંગતો, મારો બદલો તો ફક્ત અલ્લાહ (તઆલા) જ આપશે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે હુ મુસલમાન બનીને રહું[1]
(૭૩) તો તે લોકો તેમને જૂઠાડતા રહ્યા, પછી અમે તેમને અને જે તેમના સાથે નૌકામાં સવાર હતા તેમને મુક્તિ આપી દીધી, અને તેમને વારિસ બનાવ્યા[1] અને જેમણે અમારી આયતોને જૂઠાડી હતી તેમને ડૂબાડી દીધા, તો જોવું જોઈએ શું પરિણામ આવ્યુ તે લોકોનું જેમને ડરાવી ચૂક્યા હતા.
(૭૪) તેના (નૂહ ના) પછી અમે બીજા રસૂલોને તેમની કોમો તરફ મોકલ્યા, તો તેઓ તેમના પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ જે વસ્તુને તેમણે પહેલા ખોટી ઠેરવી હતી, એવુ ન થયુ કે પછી તેના પર ઈમાન લઈ આવતા,[1] અમે આ રીતે હદ વટાવી જનારાઓના દિલો પર મહોર મારી દઈએ છીએ.
(૭૫) ત્યારબાદ અમે તે (પયગંબરો) પછી મૂસા અને હારૂનને ફિરઔન[1] અને તેના સરદારોના પાસે અમારા ચમત્કાર આપીને મોકલ્યા તો તેમણે ઘમંડ કર્યો અને તે ગુનેહગાર કોમ હતી.
(૭૬) પછી જ્યારે અમારા પાસેથી સત્ય તેમના પાસે પહોંચ્યું તો તે લોકો કહેવા લાગ્યા કે બેશક આ ખુલ્લો જાદૂ છે.[1]
(૭૭) મૂસાએ ક્હયું કે, “શું તમે આ સત્યના વિશે જ્યારે કે તે તમારા પાસે આવી પહોંચ્યુ છે, એવી વાત કહો છો ? શું આ જાદૂ છે ? જો કે જાદૂગરો કામયાબ નથી થતા.”
(૭૮) તે લોકો કહેવા લાગ્યા, “શું તમે અમારા પાસે એટલા માટે આવ્યા છો કે અમને તે માર્ગ પરથી હટાવી દો જેના ઉપર અમે અમારા બાપ-દાદાઓને જોયા છે, અને તમને બંનેને દુનિયામાં મોટાઈ મળી જાય[1] અને અમે તમને બંનેને કદી પણ નહિં માનીએ.”
(૭૯) અને ફિરઔને કહ્યું, “મારા પાસે બધા માહેર જાદૂગરોને હાજર કરો.”
(૮૦) પછી જયારે જાદૂગરો આવ્યા તો મૂસાએ તેમને કહ્યું કે, “નાખો જે કંઈ તમે નાખનારા છો.”
(૮૧) તો જ્યારે તેમણે નાખ્યુ તો મૂસાએ કહ્યું કે, “આ જે કંઈ તમે લાવ્યા છો તે જાદૂ છે, નક્કી વાત છે કે અલ્લાહ તેને હમણા બરબાદ કરી દેશે, અલ્લાહ આવા ફસાદિયોના કામ બનવા નથી દેતો.”
(૮૨) અને અલ્લાહ સત્યને પોતાના ફરમાન વડે સત્ય કરી દેખાડે છે ભલેને ગુનેહગારોને ગમે તેટલું બૂરું લાગે. (ع-૮)