Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે


الٓمّٓصٓ ۚ (1)

(૧) અલિફ-લામ-મીમ-સાદ.


كِتٰبٌ اُنْزِلَ اِلَیْكَ فَلَا یَكُنْ فِیْ صَدْرِكَ حَرَجٌ مِّنْهُ لِتُنْذِرَ بِهٖ وَ ذِكْرٰى لِلْمُؤْمِنِیْنَ (2)

(૨) આ એક કિતાબ છે જે તમારા તરફ ઉતારવામાં આવી જેથી તેના વડે બાખબર કરવાથી તમારા દિલમાં તંગી પેદા ન થાય અને ઈમાનવાળાઓ માટે શિખામણ છે.


اِتَّبِعُوْا مَاۤ اُنْزِلَ اِلَیْكُمْ مِّنْ رَّبِّكُمْ وَ لَا تَتَّبِعُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ؕ قَلِیْلًا مَّا تَذَكَّرُوْنَ (3)

(૩) જે (ધર્મ વિધાન) તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યા, તેનું પાલન કરો અને તેના સિવાય બીજા સંરક્ષકોનું અનુસરણ ન કરો, તમે લોકો ઘણી ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.


وَ كَمْ مِّنْ قَرْیَةٍ اَهْلَكْنٰهَا فَجَآءَهَا بَاْسُنَا بَیَاتًا اَوْ هُمْ قَآئِلُوْنَ (4)

(૪) અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા.



فَمَا كَانَ دَعْوٰىهُمْ اِذْ جَآءَهُمْ بَاْسُنَاۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اِنَّا كُنَّا ظٰلِمِیْنَ (5)

(૫) તો જ્યારે તેમના પાસે અમારો અઝાબ આવ્યો તો તેમની પોકાર ફક્ત એ જ રહી કે તેમણે કહ્યું, “અમે જ જાલિમ હતા.”


فَلَنَسْئَلَنَّ الَّذِیْنَ اُرْسِلَ اِلَیْهِمْ وَ لَنَسْئَلَنَّ الْمُرْسَلِیْنَۙ (6)

(૬) પછી અમે તે લોકોની જરૂર પૂછપરછ કરીશું જેમના પાસે સંદેશો મોકલવામાં આવ્યો અને પયગંબરોથી પણ જરૂર પૂછપરછ કરીશું.


فَلَنَقُصَّنَّ عَلَیْهِمْ بِعِلْمٍ وَّ مَا كُنَّا غَآئِبِیْنَ (7)

(૭) પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા.


وَ الْوَزْنُ یَوْمَئِذِ اِ۟لْحَقُّ ۚ فَمَنْ ثَقُلَتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓئِكَ هُمُ الْمُفْلِحُوْنَ (8)

(૮) અને તે દિવસે ઠીક વજન થશે પછી જેમના પલ્લાં ભારે હશે તેઓ જ કામયાબ હશે.


وَ مَنْ خَفَّتْ مَوَازِیْنُهٗ فَاُولٰٓئِكَ الَّذِیْنَ خَسِرُوْۤا اَنْفُسَهُمْ بِمَا كَانُوْا بِاٰیٰتِنَا یَظْلِمُوْنَ (9)

(૯) અને જેમના પલ્લાં હલકા હશે, તો તે લોકો એવા હશે જેમણે પોતાનું નુકસાન કરી લીધું. કેમ કે તેઓ અમારી આયતોના સાથે જુલમ કરતા હતા.


وَ لَقَدْ مَكَّنّٰكُمْ فِی الْاَرْضِ وَ جَعَلْنَا لَكُمْ فِیْهَا مَعَایِشَ ؕ قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ ۧ (10)

(૧૦) અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો. (ع-૧)