Surah Ash-Shur'ara
સૂરહ અસ્-શુઅરા
સૂરહ અસ્-શુઅરા
وَ اِذْ نَادٰى رَبُّكَ مُوْسٰۤى اَنِ ائْتِ الْقَوْمَ الظّٰلِمِیْنَۙ (10)
(૧૦) અને જયારે તમારા રબે મુસાને પોકાર્યા કે તું જાલિમ લોકોના પાસે જા.
قَوْمَ فِرْعَوْنَ ؕ اَلَا یَتَّقُوْنَ (11)
(૧૧) ફિરઔનની કોમ પાસે, શું તેઓ ડરતા નથી ?
قَالَ رَبِّ اِنِّیْۤ اَخَافُ اَنْ یُّكَذِّبُوْنِؕ (12)
(૧૨) મૂસાએ કહ્યું, “હે મારા રબ! મને તો ડર છે કે તેઓ મને ખોટો ઠેરવી દેશે.
وَ یَضِیْقُ صَدْرِیْ وَ لَا یَنْطَلِقُ لِسَانِیْ فَاَرْسِلْ اِلٰى هٰرُوْنَ (13)
(૧૩) અને મારી છાતી તંગ થઈ રહી છે, મારી જીભ ઉપડતી નથી, એટલા માટે તું હારૂન તરફ પણ વહી મોકલ.
وَ لَهُمْ عَلَیَّ ذَنْۢبٌ فَاَخَافُ اَنْ یَّقْتُلُوْنِۚ (14)
(૧૪) અને તેમનો મારા ઉપર મારા એક ગુનાહનો આરોપ પણ છે, મને ડર છે કે તેઓ મને મારી ન નાખે.”
قَالَ كَلَّا ۚ فَاذْهَبَا بِاٰیٰتِنَاۤ اِنَّا مَعَكُمْ مُّسْتَمِعُوْنَ (15)
(૧૫) અલ્લાહે ફરમાવ્યું, “એવું કદાપિ નહિ બને, તમે બંને અમારી નિશાનીઓ લઈને જાઓ, અમે તમારા સાથે બધું જ સાંભળતા રહીશું.
فَاْتِیَا فِرْعَوْنَ فَقُوْلَاۤ اِنَّا رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَۙ (16)
(૧૬) તમે બંને ફિરઔન પાસે જઈને કહો કે બેશક અમે સમગ્ર દુનિયાના રબ તરફથી મોકલેલા છીએ.
اَنْ اَرْسِلْ مَعَنَا بَنِیْۤ اِسْرَآءِیْلَؕ (17)
(૧૭) કે તું અમારા સાથે ઈસરાઈલની સંતાનને મોકલી દે.”
قَالَ اَلَمْ نُرَبِّكَ فِیْنَا وَلِیْدًا وَّ لَبِثْتَ فِیْنَا مِنْ عُمُرِكَ سِنِیْنَۙ (18)
(૧૮) (ફિરઔને) કહ્યું, “અમે તને તારા બાળપણમાં અમારા પાસે ઉછેર્યો ન હતો ? અને તેં પોતાના આયુષ્યના ઘણા વર્ષો અમારામાં નથી વિતાવ્યા ?
وَ فَعَلْتَ فَعْلَتَكَ الَّتِیْ فَعَلْتَ وَ اَنْتَ مِنَ الْكٰفِرِیْنَ (19)
(૧૯) અને પછી તું પોતાનું તે કામ કરી ગયો જે કરી ગયો, અને તું અપકારીઓ (નાશુક્રાઓ) માંથી છે.”
قَالَ فَعَلْتُهَاۤ اِذًا وَّ اَنَا مِنَ الضَّآلِّیْنَؕ (20)
(૨૦) (હજરત મૂસાએ) જવાબ આપ્યો કે, “મેં તે કામ તો તે સમયે કર્યુ હતું જ્યારે કે હું માર્ગ ભૂલેલા લોકોમાં હતો.
فَفَرَرْتُ مِنْكُمْ لَمَّا خِفْتُكُمْ فَوَهَبَ لِیْ رَبِّیْ حُكْمًا وَّ جَعَلَنِیْ مِنَ الْمُرْسَلِیْنَ (21)
(૨૧) પછી હું તમારાથી ડરીને ભાગી ગયો, તે પછી મારા રબે મને નિર્ણય શક્તિ અને ઈલ્મ પ્રદાન કર્યુ અને મને પયગંબરોમાં સામેલ કરી લીધો.
وَ تِلْكَ نِعْمَةٌ تَمُنُّهَا عَلَیَّ اَنْ عَبَّدْتَّ بَنِیْۤ اِسْرَآءِیْلَؕ (22)
(૨૨) અને મારા ઉપર શું તારો આ જ તે ઉપકાર છે ? જેને તું જાહેર કરી રહ્યો છે કે તેં ઈસરાઈલની સંતાનને ગુલામ બનાવી રાખી છે.”
قَالَ فِرْعَوْنُ وَ مَا رَبُّ الْعٰلَمِیْنَؕ (23)
(૨૩) ફિરઔને કહ્યું કે, “સમગ્ર દુનિયાનો રબ શું છે ?”
قَالَ رَبُّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ مَا بَیْنَهُمَا ؕ اِنْ كُنْتُمْ مُّوْقِنِیْنَ (24)
(૨૪) (હજરત મૂસાએ) કહ્યું કે, “તે આકાશો અને ધરતી અને તેના વચ્ચેની તમામ વસ્તુઓનો રબ છે, જો તમે ઈમાન લાવનારા હોવ.”
قَالَ لِمَنْ حَوْلَهٗۤ اَلَا تَسْتَمِعُوْنَ (25)
(૨૫) (ફિરઔને) પોતાના નજીકના લોકોને કહ્યું કે, “શું તમે સાંભળી નથી રહ્યા ? ”
قَالَ رَبُّكُمْ وَ رَبُّ اٰبَآئِكُمُ الْاَوَّلِیْنَ (26)
(૨૬) (હજરત મૂસાએ) કહ્યું, “તે તમારો અને તમારા પૂર્વજોનો પણ રબ છે.”
قَالَ اِنَّ رَسُوْلَكُمُ الَّذِیْۤ اُرْسِلَ اِلَیْكُمْ لَمَجْنُوْنٌ (27)
(૨૭) (ફિરઔને) કહ્યું, “(લોકો!) તમારો આ રસૂલ જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે એ તો બિલકુલ દિવાનો છે.”
قَالَ رَبُّ الْمَشْرِقِ وَ الْمَغْرِبِ وَ مَا بَیْنَهُمَا ؕ اِنْ كُنْتُمْ تَعْقِلُوْنَ (28)
(૨૮) (હજરત મૂસાએ) કહ્યું, “તે જ પૂર્વ અને પશ્ચિમનો અને તેના વચ્ચેની તમામ વસ્તુઓનો રબ છે, જો તમે અક્કલ ધરાવતા હોવ.”
قَالَ لَئِنِ اتَّخَذْتَ اِلٰهًا غَیْرِیْ لَاَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُوْنِیْنَ (29)
(૨૯) (ફિરઔન) કહેવા લાગ્યો, “(સાંભળી લે) જો તેં મારા સિવાય કોઈને મા'બૂદ બનાવ્યો તો હું તને કેદીઓમાં નાખી દઈશ.”
قَالَ اَوَ لَوْ جِئْتُكَ بِشَیْءٍ مُّبِیْنٍۚ (30)
(૩૦) (મૂસાએ) કહ્યું, “જો હું તારા પાસે કોઈ સ્પષ્ટ વસ્તુ લઈને આવું તો પણ ? ”
قَالَ فَاْتِ بِهٖۤ اِنْ كُنْتَ مِنَ الصّٰدِقِیْنَ (31)
(૩૧) (ફિરઔને) કહ્યું, “જો તું સાચાઓમાંથી છે તો તેને રજૂ કર.”
فَاَلْقٰى عَصَاهُ فَاِذَا هِیَ ثُعْبَانٌ مُّبِیْنٌۚۖ (32)
(૩૨) આપે (તે સમયે) પોતાની લાઠી નાખી દીધી જે અચાનક જાહેરમાં (ઘણો મોટો) અજગર બની ગઈ.
وَّ نَزَعَ یَدَهٗ فَاِذَا هِیَ بَیْضَآءُ لِلنّٰظِرِیْنَ ۧ (33)
(૩૩) અને પોતાનો હાથ ખેંચીને બહાર કાઢ્યો તો તે પણ તે જ સમયે જોનારાઓને સફેદ ચળકતો દેખાવા લાગ્યો. (ع-૨)