(૪૧) અને અમે તો આ કુરઆનમાં દરેક પ્રકારે વર્ણન કરી દીધું કે જેથી લોકો સમજે, પરંતુ આના પર પણ તેમની નફરત વધારે હોય છે.
(૪૨) કહી દો કે, “જો અલ્લાહના સાથે બીજા મા'બૂદ પણ હોત, જેમકે આ લોકો કહે છે, તો જરૂર તેઓ અત્યાર સુધી અર્શના માલિક તરફ માર્ગ શોધી લેતા.”[1]
(૪૩) જે કંઈ આ લોકો કહે છે તેનાથી તે પવિત્ર અને મહાન અને ઘણો ઉચ્ચતર છે.
(૪૪) સાતેય આકાશ અને ધરતી અને જે કંઈ તેમાં છે તે બધું જ તેની તસ્બીહ (મહિમાગાન) કરે છે એવી કોઈ વસ્તુ નથી જે તેની પવિત્રતા અને બડાઈના સાથે તેને યાદ કરતી ન હોય, હાં, એ સત્ય છે કે તમે તેમની તસ્બીહ સમજી શકતા નથી[1] તે ઘણો મોટો સહનશીલ અને માફ કરવાવાળો છે.
(૪૫) અને જ્યારે તમે કુરઆન પઢો છો તો અમે તમારા અને તે લોકોના વચ્ચે જેઓ આખિરત પર ઈમાન નથી લાવતા એક ગુપ્ત પડદો નાખી દઈએ છીએ.
(૪૬) અને તેમના દિલો પર અમે પડદા નાખી દીધા છે કે તેઓ કશું સમજતા નથી અને તેમના કાનોમાં બોજ, અને જ્યારે તમે ફક્ત એક અલ્લાહનું જ વર્ણન તેમના સામે આ કુરઆનમાં કરો છો તો તે લોકો મોઢું ફેરવીને પીઠ દેખાડી ભાગી જાય છે.
(૪૭) જે આશયથી તે લોકો તમને સાંભળે છે તેમના ઈરાદાઓથી અમે સારી રીતે વાકેફ છીએ, જ્યારે તેઓ તમારા તરફ કાન ધરે છે ત્યારે પણ અને જ્યારે તેઓ વિચાર-વિમર્શ કરે છે ત્યારે પણ, જયારે કે આ જાલિમો કહે છે કે, “તમે તેના આજ્ઞાપાલનમાં લાગેલા છો જેના પર જાદુ કરી દેવામાં આવ્યું છે.”[1]
(૪૮) જુઓ તો ખરા, તે લોકો તમારા માટે કેવા-કેવા ઉદાહરણો આપે છે એટલા માટે કે તેઓ ભટકી ગયા છે હવે તો માર્ગ પામવું તેમના કાબૂમાં નથી રહ્યું.
(૪૯) તેઓએ કહ્યું કે, “શું જ્યારે અમે હાડકાં અને માટી થઈ જઈશું તો શું અમને નવા જન્મમાં બીજી વાર ઉઠાવવામાં આવશે ?”
(૫૦) જવાબ આપો કે, “તમે પથ્થર બની જાઓ કે લોખંડ.
(૫૧) અથવા એવી કોઈ વસ્તુ જે તમારા દિલોમાં ઘણી જ સખત હોય”, પછી તેઓ પૂછે છે કે, “કોણ છે તે જે ફરીવાર અમારું જીવન પલટાવીને લાવશે ?” તમે જવાબ આપો કે, “તે જ (અલ્લાહ) જેણે તમને પહેલી વખત પેદા કર્યા”, આના પર તેઓ પોતાના માથા હલાવી હલાવીને તમને પૂછશે કે, “આવું ક્યારે થશે?” તમે જવાબ આપો કે, “એમાં શું નવાઈ છે કે તે સમય નજીક જ આવી ગયો હોય.”
(૫૨) જે દિવસે તે તમને પોકારશે તમે તેની પ્રશંસા કરતાં-કરતાં અનુસરણ કરશો અને અંદાજો લગાવશો કે તમારું રહેવાનું ઘણું ઓછું છે. (ع-૫)