Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૪૦) હે ઈસરાઈલની સંતાનો! મારી તે ને'મતને યાદ કરો જે મે તમારા પર કરી, અને મારાથી કરેલ વાયદો પૂરો કરો, હું તમને કરેલ વાયદો પૂરો કરીશ, અને ફક્ત મારાથી જ ડરો.
(૪૧) અને એના (શરીઅત) પર ઈમાન લાવો જેને મેં સમર્થન કરનાર તરીકે ઉતારી જે (તૌરાત) તમારા સાથે છે અને તમે એના પહેલા ઈન્કાર કરનાર ન બનો, અને મારી આયતોને થોડા મૂલ્ય પર ન વેચો,[20] અને ફક્ત મારાથી ડરો.
(૪૨) અને સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો અને ન સત્યને છુપાઓ, તમને તો પોતાને આનુ જ્ઞાન છે.
(૪૩) અને નમાઝ કાયમ કરો, અને ઝકાત (ધર્મદાન) આપો, અને રૂકૂઅ કરનારાઓ (ઝુકનારાઓ) સાથે રૂકુઅ (ઝુકો) કરો.
(૪૪) શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જયારે કે તમે કિતાબ પઢો છો, શું એટલી પણ તમારામાં બુધ્ધિ નથી?
(૪૫) અને સબ્ર (ધીરજ) તથા નમાઝ વડે મદદ પ્રાપ્ત કરો[21] અને આ મોટી વસ્તુ છે, પરંતુ અલ્લાહથી ડરનારાઓ માટે નહિં.
(૪૬) જેઓ જાણે છે કે પોતાના રબને મળવાનું છે અને તેના જ તરફ પાછા ફરવાનું છે.