Surah Quraysh
સૂરહ કુરૈશ
સૂરહ કુરૈશ
સૂરહ કુરૈશ (૧૦૬)
કુરૈશ
સૂરહ કુરૈશ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચાર (૪) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) કુરૈશને પ્રેમભાવ અપાવવા માટે.
(૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાની મુસાફરીથી ટેવાઈ જવા માટે.
(૩) તો (એ ઉપકારના બદલામાં) તેમને જોઈએ કે આ ઘરના રબની બંદગી કરતા રહે.
(૪) જેણે તેમને ભૂખમાં ખાવાનું આપ્યું અને ડર (અને ભય)માં શાંતી પ્રદાન કરી.[2] (ع-૧)