Surah Al-Muddaththir
સૂરહ અલ-મુદ્દસ્સિર
સૂરહ અલ-મુદ્દસ્સિર
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૨) કદાપિ નહિં, [10] ચંદ્રના સોગંદ
(૩૩) અને રાત્રિના જયારે તે વિદાય થવા લાગે.
(૩૪) અને સવારના જયારે તે પ્રકાશિત થાય.
(૩૫) કે (બેશક તે જહન્નમ) ભારે વસ્તુઓમાંથી એક છે.
(૩૬) મનુષ્યને ડરાવવાવાળી.
(૩૭) તે દરેક મનુષ્યના માટે જે તમારામાંથી આગળ વધવા ઈચ્છે અથવા પાછળ રહી જવા ઈચ્છે.
(૩૮) દરેક મનુષ્ય પોતાના કર્મોના બદલામાં ગીરવે છે. [11]
(૩૯) પરંતુ જમણી બાજુવાળા.
(૪૦) (કે) જન્નતોમાં (બેસીને) સવાલ કરતા હશે.
(૪૧) ગુનેહગારોથી.
(૪૨) “તમને જહન્નમમાં કઈ વાતથી નાખવામાં આવ્યા ?”
(૪૩) તેઓ જવાબ આપશે કે, અમે નમાઝી ન હતા,
(૪૪) ન ભૂખ્યાઓને ખાવાનું ખવડાવતા હતા, [12]
(૪૫) અને અમે બકવાશ વાતો કરવાવાળાઓના સાથે બકવાશ વાતોમાં વ્યસ્ત રહેતા હતા,
(૪૬) અને અમે બદલાના દિવસને જૂઠાડતા હતા,
(૪૭) ત્યાં સુધી કે અમારી મોત આવી ગઈ ” [13]
(૪૮) તો તેમને ભલામણ કરવાવાળાઓની ભલામણ ફાયદો આપવાવાળી નહીં હોય. [14]
(૪૯) આ લોકોને શું થઈ ગયું છે કે તેઓ નસીહતથી મોઢું ફેરવી રહ્યા છે ?
(૫૦) જાણે કે તેઓ ભટકેલા ગધેડા હોય.
(૫૧) જે સિંહથી (ડરીને) ભાગ્યા હોય.
(૫૨) પરંતુ આમનામાંથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને સ્પષ્ટ કિતાબ મળી જાય.
(૫૩) કદી એવું નથી (થઈ શકતું) પરંતુ તેઓ કયામતનો ભય રાખતા નથી.
(૫૪) ક્યારેય નહિં, આ (કુરઆન) તો એક નસીહત છે.
(૫૫) હવે જે ઈચ્છે તેનાથી (કુરઆનથી) નસીહત પ્રાપ્ત કરે.
(૫૬) અને આ લોકો તે સમયે નસીહત પ્રાપ્ત કરશે જયારે અલ્લાહ (તઆલા) ઈચ્છશે, તે આના જ લાયક છે કે તેઓ તેનાથી ડરે અને આના લાયક પણ છે કે તે (ડરનારાઓને) માફ કરી દે. (ع-૨)