Surah An-Naba

સૂરહ અન્‌-નબા

રૂકૂ : ૧

આયત ૧ થી

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

عَمَّ یَتَسَآءَلُوْنَ ۚ (1)

(૧) આ લોકો કઈ વસ્તુની પૂછપરછ કરી રહ્યા છે ?


عَنِ النَّبَاِ الْعَظِیْمِ ۙ (2)

(૨) તે મહાન ખબર વિશેની.


الَّذِیْ هُمْ فِیْهِ مُخْتَلِفُوْنَ ؕ (3)

(૩) જેના વિશે તેઓમાં કેટલાય મતભેદ છે ?


كَلَّا سَیَعْلَمُوْنَ ۙ (4)

(૪) ચોક્કસરૂપે તેઓ હમણાં જ જાણી લેશે.


ثُمَّ كَلَّا سَیَعْلَمُوْنَ (5)

(૫) પછી નિશ્ચિતરૂપે તેમને ખૂબ જ જલ્દી ખબર પડી જશે.


اَلَمْ نَجْعَلِ الْاَرْضَ مِهٰدًا ۙ (6)

(૬) શું અમે ધરતીને પાથરણું નથી બનાવ્યું ?


وَّ الْجِبَالَ اَوْتَادًا ۙ} (7)

(૭) અને પર્વતોને ખૂંટા નથી બનાવ્યા ?


وَّ خَلَقْنٰكُمْ اَزْوَاجًا ۙ (8)

(૮) અને અમે તમને જોડીઓના રૂપમાં પેદા કર્યા.


وَّ جَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا ۙ (9)

(૯) અને અમે તમારી ઊંઘને તમારા માટે આરામનું કારણ બનાવી.


وَّ جَعَلْنَا الَّیْلَ لِبَاسًا ۙ (10)

(૧૦) અને રાત્રિને અમે પડદો બનાવી.


وَّ جَعَلْنَا النَّهَارَ مَعَاشًا {ص} (11)

(૧૧) અને દિવસને અમે રોજી પ્રાપ્ત કરવાનો સમય બનાવ્યો.


وَّ بَنَیْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ۙ (12)

(૧૨) અને તમારા ઉપર અમે સાત મજબૂત આકાશો બનાવ્યા.


وَّ جَعَلْنَا سِرَاجًا وَّهَّاجًا ۙ} (13)

(૧૩) અને એક ચમકતો પ્રકાશિત દીવો (સૂર્ય) પેદા કર્યો.


وَّ اَنْزَلْنَا مِنَ الْمُعْصِرٰتِ مَآءً ثَجَّاجًا ۙ (14)

(૧૪) અને વાદળોમાંથી અમે મૂશળધાર પાણી વરસાવ્યું.


لِّنُخْرِجَ بِهٖ حَبًّا وَّ نَبَاتًا ۙ (15)

(૧૫) જેથી તેના વડે અનાજ અને વનસ્પતિ (લીલોતરી) ઉગાવીએ.


وَّ جَنّٰتٍ اَلْفَافًا ؕ (16)

(૧૬) અને ગીચ બાગો પણ (ઉગાવીએ)


اِنَّ یَوْمَ الْفَصْلِ كَانَ مِیْقَاتًا ۙ (17)

(૧૭) બેશક ફૈસલાનો દિવસ નિશ્ચિત છે.


یَّوْمَ یُنْفَخُ فِی الصُّوْرِ فَتَاْتُوْنَ اَفْوَاجًا ۙ (18)

(૧૮) જે દિવસે રણશિંગુ (શૂર) ફૂંકાશે, પછી તમે બધા ટોળેટોળાં થઈને ચાલ્યા આવશો.


وَّ فُتِحَتِ السَّمَآءُ فَكَانَتْ اَبْوَابًا ۙ (19)

(૧૯) અને આકાશ ખોલી નાંખવામાં આવશે તો તેમાં દરવાજા જ દરવાજા થઈ જશે.


وَّ سُیِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ؕ (20)

(૨૦) અને પર્વતો ચલાવવામાં આવશે તો તે સફેદ રેતી જેવા થઈ જશે.اِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ۙ} (21)

(૨૧) બેશક જહન્નમ ઘાત (લાગ)માં છે.


لِّلطَّاغِیْنَ مَاٰبًا ۙ (22)

(૨૨) વિદ્રોહીઓ (સરકશો) નું એ જ ઠેકાણું છે.


لّٰبِثِیْنَ فِیْهَاۤ اَحْقَابًا ۚ (23)

(૨૩) જેમાં તેઓ અનંતકાળ (અને સદીઓ) સુધી પડ્યા રહેશે.


لَا یَذُوْقُوْنَ فِیْهَا بَرْدًا وَّ لَا شَرَابًا ۙ (24)

(૨૪) ન ક્યારેય તેમાં ઠંડકની મજા ચાખશે ન પાણીની.


اِلَّا حَمِیْمًا وَّ غَسَّاقًا ۙ (25)

(૨૫) સિવાય ગરમ પાણી અને વહેતુ પરું (પીશે)


جَزَآءً وِّفَاقًا ؕ (26)

(૨૬) (તેમને) પૂરેપૂરો બદલો મળશે.


اِنَّهُمْ كَانُوْا لَا یَرْجُوْنَ حِسَابًا ۙ (27)

(૨૭) તેમને તો હિસાબની આશા જ ન હતી.


وَّ كَذَّبُوْا بِاٰیٰتِنَا كِذَّابًا ؕ (28)

(૨૮) તેઓ નિડર થઈને અમારી આયતોને જૂઠાડતા હતા.


وَ كُلَّ شَیْءٍ اَحْصَیْنٰهُ كِتٰبًا ۙ (29)

(૨૯) અમે દરેક વાતને લખીને સુરક્ષિત રાખી છે.


فَذُوْقُوْا فَلَنْ نَّزِیْدَكُمْ اِلَّا عَذَابًا ۧ (30)

(૩૦) હવે તમે (પોતાની કરણીની) મજા ચાખો, અમે તમારો અઝાબ વધારતા જ જઈશું. (ع-)