Surah Al-Mulk
સૂરહ અલ-મુલ્ક
સૂરહ અલ-મુલ્ક
સૂરહ અલ-મુલ્ક (૬૭)
સામ્રાજ્ય
સૂરહ અલ-મુલ્ક[1] મદીનામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રીસ (૩૦) આયતો અને બે (૨) રૂકૂઅ છે.
[1] આની શ્રેષ્ઠતા ઘણી હદીસોમાં આવી છે જેમાંથી કેટલીક સહીહ અથવા હસન છે, એક હદીસમાં રસૂલુલ્લાહ (ﷺ) એ ફરમાવ્યું, “અલ્લાહની કિતાબમાં એક સૂરહ છે જેમાં ફક્ત ત્રીસ આયતો છે, આ સૂરહ માણસની ભલામણ કરશે ત્યાં સુધી કે તેને માફ કરી દેવામાં આવશે.'' (તિર્મિજી, અબૂદાઊદ, ઈબ્ને માઝા અને મુસનદ અહમદ 2/299, 321) એક રિવાયત અલ્લામા અલબાનીએ અસ-સહીહામાં નકલ કરી છે. (سُورةُ تَبَارك هِيَ المَانِعَةُ مِنْ عَذَابِ الْقَبْرِ) “સૂરહ મુલ્ક કબરના અઝાબને રોકનારી છે.” (ક્રમ 1140, ભાગ-3, પેજ-131) એટલે કે જે તેને પઢતો રહેશે, આશા છે કે તે કબરના અઝાબથી સુરક્ષિત રહેશે, શરત એ છે કે તે ઈસ્લામના હુકમ અને અનિવાર્યતાઓ (ફર્ઝો)નું પાલન કરતો રહે.સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.