(૬૫) અય નબી! મુસલમાનોને જિહાદ (ધર્મયુદ્ધ) માટે પ્રોત્સાહન આપો, જો તમારામાંથી વીસ ધૈર્યવાન હશે તો પણ બસો ઉપર પ્રભાવી રહેશે,[1] અને જો તમારામાંથી એક સો હશે તો એક હજાર કાફિરો ઉપર પ્રભાવી રહેશે, કારણ કે તેઓ સમજ ધરાવતા નથી.
(૬૬) સારૂ, હવે અલ્લાહ તમારો બોજ હળવો કરે છે, તે સારી રીતે જાણે છે કે તમારામાં કમજોરી છે તો જો તમારામાંથી એકસો ધૈર્યવાન હશે તો તેઓ બસો ઉપર પ્રભાવી રહેશે, અને જો તમારામાંથી એક હજાર હશે તો તેઓ અલ્લાહના હુકમથી બે હજાર ઉપર પ્રભાવી રહેશે,[1] અને અલ્લાહ (તઆલા) ધૈર્યવાન લોકોના સાથે છે.
(૬૭) નબી ના હાથમાં કેદી નથી જોઈતા, જયાં સુધી કે દેશમાં હિંસક યુધ્ધ ન થઈ જાય, તમે તો દુનિયાનો માલ ઈચ્છો છો અને અલ્લાહનો ઈરાદો આખિરતનો છે અને અલ્લાહ (તઆલા) પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે.
(૬૮) જો પહેલાથી જ અલ્લાહ તરફથી વાત લખેલી ન હોત[1] તો જે કંઈ તમે લીધુ છે તેના બદલામાં તમને કોઈ સખત સજા થતી.
(૬૯) અને જે હલાલ અને શુધ્ધ માલ યુધ્ધમાં પ્રાપ્ત કરો તેને ખાઓ[1] અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) ઘણો દરગુજર કરનાર અને દયાળુ છે. (ع-૯)