Surah Al-Kahf
સૂરહ અલ-કહ્ફ
રૂકૂઅ : ૭
આયત ૫૦ થી ૫૩
وَ اِذْ قُلْنَا لِلْمَلٰٓئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ كَانَ مِنَ الْجِنِّ فَفَسَقَ عَنْ اَمْرِ رَبِّهٖ ؕ اَفَتَتَّخِذُوْنَهٗ وَ ذُرِّیَّتَهٗۤ اَوْلِیَآءَ مِنْ دُوْنِیْ وَ هُمْ لَكُمْ عَدُوٌّ ؕ بِئْسَ لِلظّٰلِمِیْنَ بَدَلًا (50)
(૫૦) અને જ્યારે અમે ફરિશ્તાઓને હુકમ આપ્યો કે, “આદમના આગળ સિજદો કરો તો ઈબ્લીસના સિવાય બધાએ સિજદો કર્યો, તે જિન્નાતોમાંથી હતો, તેણે પોતાના રબના હુકમની નાફરમાની કરી, શું પછી પણ મને છોડીને તમે તેને અને તેની સંતાનને પોતાના દોસ્ત બનાવી રહ્યા છો ? જો કે તે તમારા બધાનો દુશ્મન છે, આવા જાલિમોનો કેટલો ખરાબ બદલો છે.
مَاۤ اَشْهَدْتُّهُمْ خَلْقَ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ لَا خَلْقَ اَنْفُسِهِمْ ص وَ مَا كُنْتُ مُتَّخِذَ الْمُضِلِّیْنَ عَضُدًا (51)
(૫૧) મેં તેમને આકાશો અને ધરતીની પેદાઈશ વખતે હાજર રાખ્યા ન હતા અને ન તો તેમની પોતાની પેદાઈશમાં, અને હું ભટકાવનારાઓને પોતાનો મદદગાર બનાવનાર પણ નથી.
وَ یَوْمَ یَقُوْلُ نَادُوْا شُرَكَآءِیَ الَّذِیْنَ زَعَمْتُمْ فَدَعَوْهُمْ فَلَمْ یَسْتَجِیْبُوْا لَهُمْ وَ جَعَلْنَا بَیْنَهُمْ مَّوْبِقًا (52)
(૫૨) અને જે દિવસે તે કહેશે કે તમારા ખ્યાલથી જેઓ મારા ભાગીદાર હતા તેમને પોકારો, આ લોકો તેમને પોકારશે પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવશે નહિ અને અમે તેમના વચ્ચે વિનાશનું સાધન બનાવી દઈશું.
وَ رَاَ الْمُجْرِمُوْنَ النَّارَ فَظَنُّوْۤا اَنَّهُمْ مُّوَاقِعُوْهَا وَ لَمْ یَجِدُوْا عَنْهَا مَصْرِفًا ۧ (53)
(૫૩) અને ગુનેહગારો જહન્નમને જોઈને સમજી જશે કે તેમને આમાં જવાનું છે, પરંતુ તેનાથી બચવાની કોઈ જગ્યા પામશે નહિં. (ع-૭)