(૨૨) કહી દો કે, “અલ્લાહ સિવાય જેમનો તમને ભ્રમ છે (બધાને) પોકારી લો, ન તેમનામાંથી કોઈને આકાશો અને ધરતીમાંથી એક કણનો હક છે, ન તેમનો તેમાં કોઈ હિસ્સો છે અને ન તેમનામાંથી કોઈ અલ્લાહનો ભાગીદાર (શરીક) છે.
(૨૩) અને ભલામણ (ની દુઆ) પણ તેના સામે કોઈ ફાયદો નથી આપતી સિવાય તેમના જેમના માટે પરવાનગી મળી જાય, ત્યાં સુધી કે જ્યારે તેમના દિલોમાંથી ગભરાટ દૂર કરી દેવામાં આવે છે તો પૂછે છે કે તમારા રબે શું કહ્યું ? જવાબ આપે છે કે, “સત્ય કહ્યું” અને તે ઉચ્ચતર અને મહાન છે.
(૨૪) પૂછો કે, “તમને આકાશો અને ધરતીમાંથી રોજી કોણ પહોંચાડે છે?” (પોતે) જવાબ આપો કે, “અલ્લાહ”, (સાંભળો!) બેશક અમે અથવા તમે કાં તો હિદાયત પર છીએ અથવા સ્પષ્ટ ગુમરાહીમાં છીએ.[1]
(૨૫) કહી દો કે, “અમારા કરેલા કસૂરોના વિશે તમને કશું પૂછવામાં નહિ આવે અને ન તમારા કર્મોની અમને પૂછતાછ થશે.”
(૨૬) (તેમને) ખબરદાર કરી દો કે, “અમને બધાને અમારો રબ ભેગા કરીને પછી અમારા વચ્ચે સાચો ફેંસલો કરી દેશે,[1] અને તે ફેંસલો કરવાવાળો અને બધું જ જાણવાવાળો છે.”
(૨૭) કહી દો કે, “સારૂં, મને પણ બતાવી દો જેમને તમે અલ્લાહના ભાગીદાર બનાવી તેના સાથે સામેલ કરી રહ્યા છો.” કદાપિ નહિં, બલ્કે જબરજસ્ત અને હિકમતવાળો તો માત્ર તે અલ્લાહ જ છે.
(૨૮) અને અમે તમને તમામ લોકો માટે ખુશખબર સંભળાવનાર અને સચેત કરનાર બનાવીને મોકલ્યા છે, પરંતુ (હકીકત એ છે કે) લોકોમાં વધારે પડતા અજાણ છે.[1]
(૨૯) અને તમને પૂછે છે કે, “તે વાયદો ક્યારે આવશે ? જો સાચા છો તો બતાવી દો."
(૩૦) જવાબ આપો કે, “વાયદાનો દિવસ નિશ્ચિત છે જેનાથી એક ક્ષણ ન તમે પાછળ હટી શકો છો ન આગળ વધી શકો છો.” (ع-૩)