Surah Yusuf

સૂરહ યૂસુફ

રૂકૂઅ : ૧૨

આયત ૧૦૫ થી ૧૧૧

وَ كَاَیِّنْ مِّنْ اٰیَةٍ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ یَمُرُّوْنَ عَلَیْهَا وَ هُمْ عَنْهَا مُعْرِضُوْنَ (105)

(૧૦૫) અને આકાશો તથા ધરતીમાં કેટલીય નિશાનીઓ છે જેનાથી આ લોકો મોઢું ફેરવીને ચાલી નીકળે છે.


وَ مَا یُؤْمِنُ اَكْثَرُهُمْ بِاللّٰهِ اِلَّا وَ هُمْ مُّشْرِكُوْنَ (106)

(૧૦૬) અને તેમનામાંથી મોટા ભાગના લોકોને અલ્લાહ પર ઈમાન હોવા છતાં પણ મુશરિક છે.


اَفَاَمِنُوْۤا اَنْ تَاْتِیَهُمْ غَاشِیَةٌ مِّنْ عَذَابِ اللّٰهِ اَوْ تَاْتِیَهُمُ السَّاعَةُ بَغْتَةً وَّ هُمْ لَا یَشْعُرُوْنَ (107)

(૧૦૭) શું આ લોકો એ વાતથી નિશ્ચિંત થઈ ગયા છે કે તેમના પાસે અલ્લાહના અઝાબોમાંથી કોઈ સામાન્ય અઝાબ આવી જાય અથવા તેમના ઉપર અચાનક કયામત તૂટી પડે અને તેઓ ગાફેલ હોય ?


قُلْ هٰذِهٖ سَبِیْلِیْۤ اَدْعُوْۤا اِلَى اللّٰهِ ؔ قف عَلٰى بَصِیْرَةٍ اَنَا وَ مَنِ اتَّبَعَنِیْ ؕ وَ سُبْحٰنَ اللّٰهِ وَ مَاۤ اَنَا مِنَ الْمُشْرِكِیْنَ (108)

(૧૦૮) (તમે) કહી દો કે, “મારો આ જ માર્ગ છે, હું અને મારા પેરોકાર અલ્લાહ તરફ બોલાવી રહ્યા છીએ પૂરા વિશ્વાસ અને ભરોસા સાથે, અને અલ્લાહ પવિત્ર છે અને હું મૂર્તિપૂજકોમાં નથી.”


وَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ مِّنْ اَهْلِ الْقُرٰى ؕ اَفَلَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ؕ وَ لَدَارُ الْاٰخِرَةِ خَیْرٌ لِّلَّذِیْنَ اتَّقَوْا ؕ اَفَلَا تَعْقِلُوْنَ (109)

(૧૦૯) અને તમારા પહેલા અમે વસ્તીવાળાઓમાં જેટલા પણ રસૂલો મોકલ્યા બધા જ પુરૂષ હતા, જેમના તરફ અમે વહી મોકલતા રહ્યા, શું ધરતી પર મુસાફરી કરીને તેમણે ન જોયું કે તેમનાથી પહેલાના લોકોનું શું પરિણામ આવ્યું ? બેશક આખિરતનું ઘર પરહેઝગારો માટે ઘણુ સારૂ છે, શું તમે પછી પણ નથી સમજતા ?


حَتّٰۤى اِذَا اسْتَیْئَسَ الرُّسُلُ وَ ظَنُّوْۤا اَنَّهُمْ قَدْ كُذِبُوْا جَآءَهُمْ نَصْرُنَا فَنُجِّیَ مَنْ نَّشَآءُ ؕ وَ لَا یُرَدُّ بَاْسُنَا عَنِ الْقَوْمِ الْمُجْرِمِیْنَ (110)

(૧૧૦) ત્યાં સુધી કે રસૂલો જ્યારે નિરાશ થવા લાગ્યા અને ઉમ્મતના લોકો એવો વિચાર કરવા લાગ્યા કે તેમને જૂઠ કહેવામાં આવ્યુ, તો તરત જ અમારી મદદ તેમને આવી પહોંચી. જેને અમે ચાહ્યું તેને છૂટકારો આપી દીધો, વાત એમ છે કે અમારો અઝાબ ગુનેહગારોથી પાછો ફેરવવામાં નથી આવતો.


لَقَدْ كَانَ فِیْ قَصَصِهِمْ عِبْرَةٌ لِّاُولِی الْاَلْبَابِ ؕ مَا كَانَ حَدِیْثًا یُّفْتَرٰى وَ لٰكِنْ تَصْدِیْقَ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَ تَفْصِیْلَ كُلِّ شَیْءٍ وَّ هُدًى وَّ رَحْمَةً لِّقَوْمٍ یُّؤْمِنُوْنَ ۧ (111)

(૧૧૧) એમની વાર્તાઓમાં અકલમંદોના માટે બેશક નસીહત અને ચેતવણી છે, આ કુરઆનમાં જૂઠી બનાવેલી વાતો નથી, પરંતુ આ સમર્થન છે તે કિતાબોના માટે જે આના પહેલાની છે, અને દરેક વસ્તુનું વિગતવાર વર્ણન અને માર્ગદર્શન અને કૃપા છે ઈમાનવાળાઓ માટે. (ع-૧૨)