(૧૨૦) બેશક ઈબ્રાહીમ એક ઉમ્મત[1] હતા અને અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કરનારા એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.
(૧૨૧) અલ્લાહ (તઆલા)ની પ્રદાન કરેલ ને'મતોનો આભાર વ્યક્ત કરનાર હતા, અલ્લાહ (તઆલા)એ તેમને પસંદ કરી લીધા હતા અને તેમને સીધા માર્ગની હિદાયત આપી દીધી હતી.
(૧૨૨) અને અમે તેમને દુનિયામાં પણ ભલાઈ આપી, અને બેશક તે આખિરતમાં પણ નેક લોકોમાંથી હશે.
(૧૨૩) પછી અમે તમારા તરફ વહી મોકલી કે તમે એકાગ્ર થઈને ઈબ્રાહીમના પંથનું અનુસરણ કરો,[1] અને તે મુશરિકોમાંથી ન હતા.
(૧૨૪) શનિવારના દિવસ (ના મહત્વ) ને તો ફક્ત તે લોકોના માટે જ જરૂરી કરવામાં આવ્યુ હતું જેમણે તેમાં મતભેદ કર્યો હતો, વાત એ છે કે તમારો રબ જાતે જ તેમનામાં તેમના મતભેદનો ફેંસલો કયામતના દિવસે કરશે.
(૧૨૫) પોતાના રબના માર્ગ તરફ લોકોને હિકમત અને સારી નસીહતના સાથે બોલાવો અને તેમના સાથે સારી રીતે વાત કરો, બેશક તમારો રબ પોતાના માર્ગથી ભટકી જનારાઓને પણ સારી રીતે જાણે છે અને તેના માર્ગ પર ચાલનારાઓથી પણ સંપૂર્ણ રીતે વાકેફ છે.
(૧૨૬) અને જો બદલો લો તો પણ એટલો જ જેટલું તમને. દુઃખ પહોંચાડવામાં આવ્યું છે. અને જો સબ્ર કરો તો બેશક સબ્ર કરવાવાળા માટે એ જ બહેતર છે.
(૧૨૭) તમે સબ્ર કરો અલ્લાહની મદદ વગર તમે સબ્ર કરી શકતા નથી અને તેમની હરકતોથી દુઃખી ન થાઓ અને જે છળકપટ આ લોકો કરે છે તેનાથી તંગ દિલ ન થાઓ.
(૧૨૮) વિશ્વાસ કરો કે અલ્લાહ (તઆલા) સંયમીઓના અને સદાચારીઓના સાથે છે. (ع-૧૬)