Surah Qaf
સૂરહ કૉફ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૫
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
قٓ {ۚ قف} وَ الْقُرْاٰنِ الْمَجِیْدِ ۚ (1)
(૧) કૉફ. ખૂબ જ મહાન (પ્રતિષ્ઠિત) કુરઆનના સોગંદ.
بَلْ عَجِبُوْۤا اَنْ جَآءَهُمْ مُّنْذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكٰفِرُوْنَ هٰذَا شَیْءٌ عَجِیْبٌ ۚ (2)
(૨) પરંતુ આ લોકોને આશ્ચર્ય થયુ કે એમના પાસે એમનામાંથી જ એક સચેત કરનાર આવ્યો તો કાફિરોએ કહ્યું કે, “આ એક અજબ વાત છે.
ءَاِذَا مِتْنَا وَ كُنَّا تُرَابًا ۚ ذٰلِكَ رَجْعٌۢ بَعِیْدٌ (3)
(૩) શું જ્યારે અમે મરીને માટી થઈ જઈશું. ફરી પાછા ફરવું દૂરની વાત છે.”
قَدْ عَلِمْنَا مَا تَنْقُصُ الْاَرْضُ مِنْهُمْ ۚ وَ عِنْدَنَا كِتٰبٌ حَفِیْظٌ (4)
(૪) ધરતી જે કંઈ તેમનામાંથી ઘટાડે છે તે અમને ખબર છે અને અમારા પાસે બધુ યાદ રાખવાવાળી કિતાબ છે.
بَلْ كَذَّبُوْا بِالْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِیْۤ اَمْرٍ مَّرِیْجٍ (5)
(૫) પરંતુ તેમણે સાચી વાતને જૂઠી કહી, જ્યારે કે તે તેમના પાસે પહોંચી ગઈ, તો તેઓ એક મૂંઝવણમાં પડી ગયા છે.
اَفَلَمْ یَنْظُرُوْۤا اِلَى السَّمَآءِ فَوْقَهُمْ كَیْفَ بَنَیْنٰهَا وَ زَیَّنّٰهَا وَ مَا لَهَا مِنْ فُرُوْجٍ (6)
(૬) શું તેઓ આકાશને પોતાના ઉપર નથી જોતા કે અમે તેને કેવી રીતે બનાવ્યું છે ? અને તેને શણગાર્યું છે ? તેમા કોઈ તિરાડ નથી.
وَ الْاَرْضَ مَدَدْنٰهَا وَ اَلْقَیْنَا فِیْهَا رَوَاسِیَ وَ اَنْۢبَتْنَا فِیْهَا مِنْ كُلِّ زَوْجٍۭ بَهِیْجٍ ۙ (7)
(૭) અને ધરતીને અમે ફેલાવી દીધી છે અને તેમાં અમે પર્વતો મૂકી દીધા છે અને તેમાં જાત-જાતની સુંદર વસ્તુઓ ઉગાડી દીધી છે.
تَبْصِرَةً وَّ ذِكْرٰى لِكُلِّ عَبْدٍ مُّنِیْبٍ (8)
(૮) જેથી દરેક (અલ્લાહ તરફ) પાછા ફરનાર બંદાઓના માટે જોવા અને સમજવા માટેનો જરીયો બને.
وَ نَزَّلْنَا مِنَ السَّمَآءِ مَآءً مُّبٰرَكًا فَاَنْۢبَتْنَا بِهٖ جَنّٰتٍ وَّ حَبَّ الْحَصِیْدِ ۙ (9)
(૯) અને અમે આકાશમાંથી બરકતવાળુ પાણી વરસાવ્યું અને તેના વડે બાગ અને કાપવામાં આવતી ખેતીનું અનાજ ઉગાડ્યું.
وَ النَّخْلَ بٰسِقٰتٍ لَّهَا طَلْعٌ نَّضِیْدٌ ۙ (10)
(૧૦) તથા ખજુરોના ઊંચા-ઊંચા વૃક્ષો જેના ઝૂમખાં એકના ઉપર એક હોય છે.
رِّزْقًا لِّلْعِبَادِ ۙ وَ اَحْیَیْنَا بِهٖ بَلْدَةً مَّیْتًا ؕ كَذٰلِكَ الْخُرُوْجُ (11)
(૧૧) બંદાઓની રોજીના માટે અને અમે પાણી વડે મરેલા નગરોને જીવિત કર્યા. આ જ રીતે (કબરોમાંથી) નીકળવાનું છે.
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوْحٍ وَّ اَصْحٰبُ الرَّسِّ وَ ثَمُوْدُ ۙ (12)
(૧૨) આમના પહેલા નૂહ (અ.સ.) ની કોમ અને રસ્સવાળાઓ અને સમૂદે જૂઠાડ્યા હતા.
وَ عَادٌ وَّ فِرْعَوْنُ وَ اِخْوَانُ لُوْطٍ ۙ (13)
(૧૩) અને આદે અને ફિરઔને તેમજ લૂતના ભાઈઓએ.
وَّ اَصْحٰبُ الْاَیْكَةِ وَ قَوْمُ تُبَّعٍ ؕ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِیْدِ (14)
(૧૪) અને ઐકાવાળાઓ અને તુબ્બાની કોમે (પણ જૂઠાડ્યા હતા). બધાએ પયગંબરોને જૂઠાડ્યા તો મારી સજાનો વાયદો તેમના પર સાબિત થઈ ગયો.
اَفَعَیِیْنَا بِالْخَلْقِ الْاَوَّلِ ؕ بَلْ هُمْ فِیْ لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِیْدٍ ۧ (15)
(૧૫) શું અમે પ્રથમવાર પેદા કરવાથી થાકી ગયા ? પરંતુ આ લોકો નવા જીવન તરફથી શંકામાં છે. (ع-૧)