Surah Fatir

સૂરહ ફાતિર

રૂકૂ : ૫

આયત ૩૮ થી ૪૫

اِنَّ اللّٰهَ عٰلِمُ غَیْبِ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (38)

(૩૮) બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે આકાશો અને ધરતીની છુપી વસ્તુઓનો, બેશક તે જ દિલની વાતોને જાણવાવાળો છે.


هُوَ الَّذِیْ جَعَلَكُمْ خَلٰٓئِفَ فِی الْاَرْضِ ؕ فَمَنْ كَفَرَ فَعَلَیْهِ كُفْرُهٗ ؕ وَ لَا یَزِیْدُ الْكٰفِرِیْنَ كُفْرُهُمْ عِنْدَ رَبِّهِمْ اِلَّا مَقْتًا ۚ وَ لَا یَزِیْدُ الْكٰفِرِیْنَ كُفْرُهُمْ اِلَّا خَسَارًا (39)

(૩૯) તે એવો છે જેણે તમને ધરતી પર વસાવ્યા, તો જે વ્યક્તિ કુફ્ર કરશે તો તેના કુફ્ર નો બોજ તેના પર જ પડશે, અને કાફિરોના માટે તેમનું કુફ્ર તેમના રબના નજદીક પ્રકોપને જ વધારવાનું કારણ બને છે, અને કાફિરોના માટે તેમનું કુફ્ર નુકસાન જ વધારવાનું કારણ બને છે.


قُلْ اَرَءَیْتُمْ شُرَكَآءَكُمُ الَّذِیْنَ تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ اَرُوْنِیْ مَا ذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِی السَّمٰوٰتِ ۚ اَمْ اٰتَیْنٰهُمْ كِتٰبًا فَهُمْ عَلٰى بَیِّنَتٍ مِّنْهُ ۚ بَلْ اِنْ یَّعِدُ الظّٰلِمُوْنَ بَعْضُهُمْ بَعْضًا اِلَّا غُرُوْرًا (40)

(૪૦) (આપ) કહી દો કે, “તમે પોતાના (નક્કી કરેલા) ભાગીદારોની હાલત તો બતાવો જેમને તમે અલ્લાહને છોડીને પોકાર્યા કરો છો ? એટલે કે મને એ બતાવો કે તેમણે ધરતીનો કયો (ભાગ) બનાવ્યો છે ? અથવા આકાશમાં તેમની ભાગીદારી છે ? અથવા અમે તેમને કોઈ કિતાબ આપી છે કે આ બધા તેની દલીલ પર મજબૂત હોય ? ” નહીં, પરંતુ આ જાલિમો એકબીજા સાથે ફક્ત ધોખાની વાતોનો વાયદો કરતા આવ્યા છે.


اِنَّ اللّٰهَ یُمْسِكُ السَّمٰوٰتِ وَ الْاَرْضَ اَنْ تَزُوْلَا { ۚ٥ } وَ لَئِنْ زَالَتَاۤ اِنْ اَمْسَكَهُمَا مِنْ اَحَدٍ مِّنْۢ بَعْدِهٖ ؕ اِنَّهٗ كَانَ حَلِیْمًا غَفُوْرًا (41)

(૪૧) નિશ્ચિત વાત છે કે અલ્લાહ (તઆલા) એ આકાશો અને ધરતીને થામેલ છે જેથી તે ઢળી ન જાય અને જો તે ઢળી જાય તો પછી અલ્લાહના સિવાય કોઈ તેને થામી શકતુ નથી, તે ઘણો સહનશીલ અને માફ કરનાર છે.


وَ اَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَئِنْ جَآءَهُمْ نَذِیْرٌ لَّیَكُوْنُنَّ اَهْدٰى مِنْ اِحْدَى الْاُمَمِ ۚ فَلَمَّا جَآءَهُمْ نَذِیْرٌ مَّا زَادَهُمْ اِلَّا نُفُوْرَاۙ (42)

(૪૨) અને આ કાફિરોએ પાકી પાકી કસમો ખાધી હતી કે જો તેમના પાસે કોઈ ડરાવનાર આવશે તો તેઓ દરેક ઉમ્મત કરતા વધારે હિદાયત પ્રાપ્ત કરનારા બનશે, પછી જ્યારે તેમના પાસે એક પયગંબર આવી પહોંચ્યો તો તેમની નફરતમાં જ વધારો થયો.


اِن سْتِكْبَارًا فِی الْاَرْضِ وَ مَكْرَ السَّیِّئِ ؕ وَ لَا یَحِیْقُ الْمَكْرُ السَّیِّئُ اِلَّا بِاَهْلِهٖ ؕ فَهَلْ یَنْظُرُوْنَ اِلَّا سُنَّتَ الْاَوَّلِیْنَ ۚ فَلَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَبْدِیْلًا { ۚ٥ } وَ لَنْ تَجِدَ لِسُنَّتِ اللّٰهِ تَحْوِیْلًا (43)

(૪૩) દુનિયામાં પોતાને મોટા સમજવાના કારણે અને તેમના બૂરા પ્રયત્નોના કારણે અને બૂરા પ્રયત્નો કરનારાઓની સજા તે પ્રયત્ન કરનારાઓને જ ભોગવવી પડે છે, તો શું આ લોકો તે સુન્નત (પ્રણાલી)ની રાહ જોઈ રહ્યા છે જે પહેલાના લોકો સાથે થતી રહી છે ? તમે અલ્લાહના નિયમોને કદી બદલાતા નહીં જુઓ, અને તમે અલ્લાહના નિયમોને કદી ટળતા નહીં જુઓ.


اَوَ لَمْ یَسِیْرُوْا فِی الْاَرْضِ فَیَنْظُرُوْا كَیْفَ كَانَ عَاقِبَةُ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَ كَانُوْۤا اَشَدَّ مِنْهُمْ قُوَّةً ؕ وَ مَا كَانَ اللّٰهُ لِیُعْجِزَهٗ مِنْ شَیْءٍ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الْاَرْضِ ؕ اِنَّهٗ كَانَ عَلِیْمًا قَدِیْرًا (44)

(૪૪) શું આ લોકો ધરતીમાં ક્યારેય હર્યાફર્યા નથી કે જેમાં તેઓ જોતા કે જે લોકો તેમના પહેલા પસાર થઈ ગયા છે તેમનું પરિણામ શું આવ્યું ? જો કે તાકાતમાં તે લોકો આમનાથી વધારે હતા, અને અલ્લાહ એવો નથી કે કોઈ વસ્તુ તેને હરાવી દે, ન આકાશોમાં અને ન ધરતીમાં, તે બધું જ જાણવાવાળો અને સામર્થ્યવાળો છે.


وَ لَوْ یُؤَاخِذُ اللّٰهُ النَّاسَ بِمَا كَسَبُوْا مَا تَرَكَ عَلٰى ظَهْرِهَا مِنْ دَآبَّةٍ وَّ لٰكِنْ یُّؤَخِّرُهُمْ اِلٰۤى اَجَلٍ مُّسَمًّى ۚ فَاِذَا جَآءَ اَجَلُهُمْ فَاِنَّ اللّٰهَ كَانَ بِعِبَادِهٖ بَصِیْرًا ۧ (45)

(૪૫) અને જો અલ્લાહ (તઆલા) લોકોને તેમના કૃત્યોના કારણે તરત પકડવા લાગે તો સમગ્ર ધરતી પર એકને પણ જીવતો ન છોડતો, પરંતુ અલ્લાહ (તઆલા) તેમને એક નિર્ધારિત સમય સુધી મહેતલ આપી રહ્યો છે, તો જ્યારે તેમનો સમય આવી પહોંચશે તો અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓને પોતે જોઈ લેશે. (ع-)