Surah Ash-Shur'ara
સૂરહ અસ્-શુઅરા
રૂકૂઅ : ૪
આયત ૫૨ થી ૬૮
وَ اَوْحَیْنَاۤ اِلٰى مُوْسٰۤى اَنْ اَسْرِ بِعِبَادِیْۤ اِنَّكُمْ مُّتَّبَعُوْنَ (52)
(૫૨) અને અમે મૂસાને વહી (પ્રકાશના) મોકલી કે, “રાતો રાત મારા બંદાઓને લઈને નીકળી જાઓ, તમારો પીછો કરવામાં આવશે.”
فَاَرْسَلَ فِرْعَوْنُ فِی الْمَدَآئِنِ حٰشِرِیْنَۚ (53)
(૫૩) ફિરઔને નગરોમાં જમા કરવાવાળાઓને મોકલી દીધા.
اِنَّ هٰۤؤُلَآءِ لَشِرْذِمَةٌ قَلِیْلُوْنَۙ (54)
(૫૪) કે બેશક આ જૂથ ઘણી ઓછી સંખ્યામાં છે.
وَ اِنَّهُمْ لَنَا لَغَآئِظُوْنَۙ (55)
(૫૫) અને તેના પર તેઓ અમને વધારે ક્રોધિત કરી રહ્યા છે.
وَ اِنَّا لَجَمِیْعٌ حٰذِرُوْنَؕ (56)
(૫૬) અને બેશક અમે મોટી સંખ્યામાં છીએ, તેમનાથી સાવધાન રહેવાવાળા.
فَاَخْرَجْنٰهُمْ مِّنْ جَنّٰتٍ وَّ عُیُوْنٍۙ (57)
(૫૭) અને અમે તેમને બાગો અને ઝરણાઓમાંથી બહાર કાઢી લાવ્યા.
وَّ كُنُوْزٍ وَّ مَقَامٍ كَرِیْمٍۙ (58)
(૫૮) અને ખજાનાઓ અને શ્રેષ્ઠ રહેઠાણોમાંથી.
كَذٰلِكَ ؕ وَ اَوْرَثْنٰهَا بَنِیْۤ اِسْرَآءِیْلَؕ (59)
(૫૯) આ રીતે થયું, અને અમે તે (તમામ વસ્તુઓ)ના વારસદાર ઈસરાઈલની સંતાનને બનાવી દીધા.
فَاَتْبَعُوْهُمْ مُّشْرِقِیْنَ (60)
(૬૦) છેવટે ફિરઔનના પેરોકારો સૂર્ય નીકળતાં જ તેમનો પીછો કરવા માટે નીકળી પડ્યા.
فَلَمَّا تَرَآءَ الْجَمْعٰنِ قَالَ اَصْحٰبُ مُوْسٰۤى اِنَّا لَمُدْرَكُوْنَۚ (61)
(૬૧) છેવટે જ્યારે બંનેએ એકબીજાને જોઈ લીધા તો મૂસાના સાથીઓએ કહ્યું કે, “બેશક આપણે તો પકડાઈ ગયા.”
قَالَ كَلَّا ۚ اِنَّ مَعِیَ رَبِّیْ سَیَهْدِیْنِ (62)
(૬૨) (મૂસાએ) કહ્યું, “કદાપિ નહિ, વિશ્વાસ રાખો, મારો રબ મારા સાથે છે જે જરૂર મને રસ્તો દેખાડશે.”
فَاَوْحَیْنَاۤ اِلٰى مُوْسٰۤى اَنِ اضْرِبْ بِّعَصَاكَ الْبَحْرَ ؕ فَانْفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِیْمِۚ (63)
(૬૩) અમે મૂસા તરફ વહી મોકલી કે, “સમુદ્રના પાણી પર પોતાની લાઠી મારો”, તો તે સમયે સમુદ્ર ફાટી ગયો અને દરેક ભાગ પાણીના મોટા પર્વત બરાબર થઈ ગયો.
وَ اَزْلَفْنَا ثَمَّ الْاٰخَرِیْنَۚ (64)
(૬૪) અને અમે તે જગ્યા ઉપર બીજાઓને નજીક લાવી ઊભા કરી દીધા.
وَ اَنْجَیْنَا مُوْسٰى وَ مَنْ مَّعَهٗۤ اَجْمَعِیْنَۚ (65)
(૬૫) અને મૂસાને તથા તેના તમામ સાથીઓને બચાવી લીધા.
ثُمَّ اَغْرَقْنَا الْاٰخَرِیْنَؕ (66)
(૬૬) પછી બીજા બધાને ડૂબાડી દીધા
اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً ؕ وَ مَا كَانَ اَكْثَرُهُمْ مُّؤْمِنِیْنَ (67)
(૬૭) બેશક આમાં મોટી નિશાની છે પરંતુ આ લોકોમાંથી મોટાભાગના ઈમાનવાળા નથી.
وَ اِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِیْزُ الرَّحِیْمُ ۧ (68)
(૬૮) અને બેશક તમારો રબ મોટો પ્રભુત્વશાળી અને દયાળુ છે. (ع-૪)