Surha Al-Fajr

સૂરહ અલ-ફજ્ર

આયત : ૩૦ | રૂકૂ : ૧

સૂરહ અલ-ફજ્ર (૮)

સવાર

સૂરહ અલ-ફજ્ર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રીસ (૩૦) આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

وَ الْفَجْرِ ۙ (1)

(૧) સોગંદ છે ફજ્રના !


وَ لَیَالٍ عَشْرٍ ۙ (2)

(૨) અને દસ રાતોના !


وَّ الشَّفْعِ وَ الْوَتْرِ ۙ (3)

(૩) અને યુગ્મ (બેકી) અને વિષમ (એકી) ના !


وَ الَّیْلِ اِذَا یَسْرِ ۚ (4)

(૪) અને રાત્રિના જ્યારે તે વિદાય થવા લાગે.


هَلْ فِیْ ذٰلِكَ قَسَمٌ لِّذِیْ حِجْرٍ ؕ (5)

(૫) શું આમાં બુદ્ધિશાળી લોકોના માટે પૂરતી સોગંદ છે ?


اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ {ۙص} (6)

(૬) શું તમે ન જોયું કે તમારા રબે આદવાળાઓના સાથે શું કર્યું ?


اِرَمَ ذَاتِ الْعِمَادِ {ۙص} (7)

(૭) સ્તંભોવાળા ઈરમ સાથે.


الَّتِیْ لَمْ یُخْلَقْ مِثْلُهَا فِی الْبِلَادِ {ۙص} (8)

(૮) જેમના સમાન લોકો (બીજા કોઈ શહેરો અને) દેશમાં પેદા કરવામાં નથી આવ્યા.


وَ ثَمُوْدَ الَّذِیْنَ جَابُوا الصَّخْرَ بِالْوَادِ {ۙص} (9)

(૯) અને સમૂદીઓ સાથે, જેમણે વાદીઓ (ખીણો)માં મોટા-મોટા પથ્થર કોતર્યા હતા.


وَ فِرْعَوْنَ ذِی الْاَوْتَادِ {ۙص} (10)

(૧૦) અને ફિરઔન સાથે જે ખૂંટાવાળો હતો.


الَّذِیْنَ طَغَوْا فِی الْبِلَادِ {ۙص} (11)

(૧૧) આ બધાએ શહેરોમાં માંથુ ઉંચક્યું હતું.


فَاَكْثَرُوْا فِیْهَا الْفَسَادَ {ۙص} (12)

(૧૨) અને ખૂબ જ ઉપદ્રવ (ફસાદ) મચાવી રાખ્યો હતો.


فَصَبَّ عَلَیْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ۚ ۙ (13)

(૧૩) છેવટે તમારા રબે તે બધાના ઉપર અઝાબનો કોરડો વરસાવ્યો.


اِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ ؕ (14)

(૧૪) બેશક તમારો રબ ઘાતમાં છે.


فَاَمَّا الْاِنْسَانُ اِذَا مَا ابْتَلٰىهُ رَبُّهٗ فَاَكْرَمَهٗ وَ نَعَّمَهٗ { ۙ٥} فَیَقُوْلُ رَبِّیْۤ اَكْرَمَنِ ؕ (15)

(૧૫) મનુષ્ય (ની હાલત એ છે) કે જ્યારે તેનો રબ તેની કસોટી કરે છે અને પ્રતિષ્ઠા અને ઈજ્જત આપે છે તો તે કહે છે કે મારા રબે મને પ્રતિષ્ઠિત બનાવી દીધો.


وَ اَمَّاۤ اِذَا مَا ابْتَلٰىهُ فَقَدَرَ عَلَیْهِ رِزْقَهٗ { ۙ٥} فَیَقُوْلُ رَبِّیْۤ اَهَانَنِ ۚ (16)

(૧૬) અને જયારે તે તેની કસોટી લેવા માટે તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા રબે મને અપમાનિત કર્યો.


كَلَّا بَلْ لَّا تُكْرِمُوْنَ الْیَتِیْمَ ۙ (17)

(૧૭) આવું કંઈજ નથી,” પરંતુ (વાત એ છે કે) તમે લોકો અનાથોની ઈજ્જત નથી કરતા.


وَ لَا تَحٰٓضُّوْنَ عَلٰى طَعَامِ الْمِسْكِیْنِ ۙ (18)

(૧૮) અને ગરીબોને ખવડાવવા માટે એકબીજાને પ્રોત્સાહન નથી આપતા.


وَ تَاْكُلُوْنَ التُّرَاثَ اَكْلًا لَّمًّا ۙ (19)

(૧૯) અને (મરેલાઓના) વારસાની સંપત્તિને સમેટીને ખાઈ જાઓ છો.


وَّ تُحِبُّوْنَ الْمَالَ حُبًّا جَمًّا ؕ (20)

(૨૦) અને ધનની પણ હદથી વધીને માયા રાખો છો.


كَلَّاۤ اِذَا دُكَّتِ الْاَرْضُ دَكًّا دَكًّا ۙ (21)

(૨૧) બેશક જે સમયે ધરતીને કૂટી-કૂટીને બિલકુલ (સમતલ) બરાબર કરી દેવામાં આવશે.


وَّ جَآءَ رَبُّكَ وَ الْمَلَكُ صَفًّا صَفًّا ۚ (22)

(૨૨ ) અને તમારો રબ (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબદ્ધ આવી જશે.


وَ جِایْٓءَ یَوْمَئِذٍۭ بِجَهَنَّمَ { ۙ٥} یَوْمَئِذٍ یَّتَذَكَّرُ الْاِنْسَانُ وَ اَنّٰى لَهُ الذِّكْرٰى ؕ (23)

(૨૩) અને જે દિવસે જહન્નમને પણ લાવવામાં આવશે તે દિવસે મનુષ્ય નસીહત પ્રાપ્ત કરશે, પરંતુ આજે નસીહત પ્રાપ્ત કરવાનો શું ફાયદો ?


یَقُوْلُ یٰلَیْتَنِیْ قَدَّمْتُ لِحَیَاتِیْ ۚ (24)

(૨૪) તે કહેશે કે “કાશ! મેં આ જીવન માટે કેટલાક (નેક કામો) પહેલાથી કરી રાખ્યા હોત”


فَیَوْمَئِذٍ لَّا یُعَذِّبُ عَذَابَهٗۤ اَحَدٌ ۙ (25)

(૨૫) તો આજે (અલ્લાહ)ની યાતનાઓ જેવી યાતના કોઈની પણ નહિ હોય.


وَّ لَا یُوْثِقُ وَ ثَاقَهٗۤ اَحَدٌ ؕ (26)

(૨૬) ન તેના બંધન જેવું કોઈનું બંધન હશે.


یٰۤاَیَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ { ۖق} (27)

(૨) હે શાંતિ પામનાર આત્મા (રૂહ) !


ارْجِعِیْۤ اِلٰى رَبِّكِ رَاضِیَةً مَّرْضِیَّةً ۚ (28)

(૨) તું પોતાના રબ તરફ પાછી ફરી જા એવી રીતે કે તું તેનાથી રાજી અને તે તારાથી રાજી.


فَادْخُلِیْ فِیْ عِبٰدِیْ ۙ (29)

(૨) તું મારા ખાસ બંદાઓમાં સામેલ થઈ જા.


وَ ادْخُلِیْ جَنَّتِیْ ۧ (30)

(૩૦) અને મારી જન્નતમાં દાખલ થઈ જા. (ع-)