Surah Sad
સૂરહ સાદ
રૂકૂઅ : ૩
આયત ૨૭ થી ૪૦
وَ مَا خَلَقْنَا السَّمَآءَ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَا بَاطِلًا ؕ ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا ۚ فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ ؕ (27)
(૨૭) અને અમે આકાશો અને ધરતી અને તેના વચ્ચેની વસ્તુઓ બેકાર પેદા નથી કરી, આ શંકા તો કાફિરોની છે, તો કાફિરો માટે આગની ખરાબી છે.
اَمْ نَجْعَلُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِیْنَ فِی الْاَرْضِ {ز} اَمْ نَجْعَلُ الْمُتَّقِیْنَ كَالْفُجَّارِ (28)
(૨૮) શું અમે તે લોકોને જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તેમના સમાન કરી દઈશું જેઓ (દરરોજ) ધરતી પર ફસાદ મચાવતા રહ્યા, અથવા પરહેઝગારોને બદકારોના સમાન કરી દઈશું ?
كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ مُبٰرَكٌ لِّیَدَّبَّرُوْۤا اٰیٰتِهٖ وَ لِیَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ (29)
(૨૯) આ મુબારક કિતાબ છે જેને અમે તમારા તરફ એટલા માટે ઉતારી છે કે જેથી આ લોકો તેની આયતો પર ધ્યાન આપે અને વિચાર કરે અને બુદ્ધિશાળી લોકો આમાંથી નસીહત પ્રાપ્ત કરે.
وَ وَهَبْنَا لِدَاوٗدَ سُلَیْمٰنَ ؕ نِعْمَ الْعَبْدُ ؕ اِنَّهٗۤ اَوَّابٌ ؕ (30)
(૩૦) અને અમે દાઊદને સુલૈમાન (નામનો પુત્ર) પ્રદાન કર્યો જે સર્વશ્રેષ્ઠ હતો અને પુષ્કળ પ્રમાણમાં પોતાના રબ તરફ રુજૂ થનાર.
اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۙ (31)
(૩૧) જ્યારે તેના સામે સાંજના સમયે ઝડપથી ચાલવાવાળા ખાસ ઘોડા રજૂ કરવામાં આવ્યા.
فَقَالَ اِنِّیْۤ اَحْبَبْتُ حُبَّ الْخَیْرِ عَنْ ذِكْرِ رَبِّیْ ۚ حَتّٰى تَوَارَتْ بِالْحِجَابِ {وقفة} (32)
(૩૨) તો કહેવા લાગ્યો કે, “મેં પોતાના રબની યાદ પર આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી.” ત્યાં સુધી કે સૂરજ ડૂબી ગયો.
رُدُّوْهَا عَلَیَّ ؕ فَطَفِقَ مَسْحًۢا بِالسُّوْقِ وَ الْاَعْنَاقِ (33)
(૩૩) આ ઘોડાઓને મારા પાસે પાછા લાવો, પછી પિંડલિયો અને ડોક પર હાથ ફેરવવા લાગ્યો.
وَ لَقَدْ فَتَنَّا سُلَیْمٰنَ وَ اَلْقَیْنَا عَلٰى كُرْسِیِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ (34)
(૩૪) અને અમે સુલૈમાનની પરીક્ષા કરી અને તેના સિંહાસન પર એક ધડ નાખી દીધું,” પછી તે (અલ્લાહ) તરફ પાછો વળ્યો.
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَهَبْ لِیْ مُلْكًا لَّا یَنْۢبَغِیْ لِاَحَدٍ مِّنْۢ بَعْدِیْ ۚ اِنَّكَ اَنْتَ الْوَهَّابُ (35)
(૩૫) કહ્યું કે, “હે મારા રબ! મને માફ કર અને મને એવું રાજ્ય પ્રદાન કર જે મારા સિવાય કોઈ (વ્યક્તિ)ને લાયક ન હોય, તું મોટો દાતા છે.”
فَسَخَّرْنَا لَهُ الرِّیْحَ تَجْرِیْ بِاَمْرِهٖ رُخَآءً حَیْثُ اَصَابَ ۙ (36)
(૩૬) તો અમે હવાને તેના કાબૂમાં કરી દીધી, જે તેના આદેશથી જ્યાં તે ચાહતો તે તરફ નરમીથી પહોંચાડી દેતી.
وَ الشَّیٰطِیْنَ كُلَّ بَنَّآءٍ وَّ غَوَّاصٍۙ (37)
(૩૭) અને (શક્તિશાળી) જિન્નાતોને પણ (તેના આધીન કરી દીધા) અને દરેક ઘર બનાવનારને અને ડૂબકી લગાવનારને.
وَّ اٰخَرِیْنَ مُقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ (38)
(૩૮) અને બીજા (જિન્નાતો)ને પણ જેઓ બેડીઓમાં જકડાયેલા હતા.
هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَیْرِ حِسَابٍ (39)
(૩૯) આ છે અમારૂ વરદાન, હવે તું અહેસાન કર અથવા રોકી રાખ કશો હિસાબ નથી.
وَ اِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰى وَ حُسْنَ مَاٰبٍ ۧ (40)
(૪૦) અને તેમના માટે અમારા પાસે મોટી નિકટતા છે અને ઘણું સારૂ ઠેકાણું છે. (ع-૩)