(૩૮) અને અમે તમારા પહેલા પણ ઘણા રસૂલ મોકલી ચૂક્યા છીએ અને અમે તે બધાને પત્ની અને સંતાનવાળા બનાવ્યા હતા, કોઈ રસૂલથી નથી થઈ શકતુ કે કોઈ ચમત્કાર અલ્લાહની મરજી વગર લઈ આવે, દરેક નિર્ધારિત વાયદાની એક કિતાબ છે.
(૩૯) અલ્લાહ જેને ચાહે મિટાવી દે અને જેને ચાહે સુરક્ષિત રાખે, સુરક્ષિત કિતાબ (લોહે મહેફૂઝ) તેના જ પાસે છે.[1]
(૪૦) અને તેમના સાથે કરેલા વાયદાઓમાંથી જો કોઈને અમે તમને બતાવી દઈએ અથવા તમને અમે મૃત્યુ આપી દઈએ, તો તમારા પર ફક્ત પહોંચાડી દેવાનું છે હિસાબ તો અમારે લેવાનો છે.
(૪૧) શું તે લોકો જોતા નથી કે અમે ધરતીને તેના કિનારાઓથી ઘટાડી રહ્યા છે ? અલ્લાહ હુકમ કરે છે અને કોઈ તેના હુકમને પાછળ નાખનાર નથી, તે જલ્દી હિસાબ લેનાર છે.
(૪૨) અને તેમનાથી પહેલાના લોકોએ પણ પોતાના છળકપટમાં કોઈ કસર નથી રાખી પરંતુ બધી વ્યવસ્થા અલ્લાહની જ છે. જે વ્યક્તિ જે કંઈ કરી રહ્યો છે તે અલ્લાહના ઈલ્મમાં છે, કાફિરોને હમણાં જાણ થઈ જશે કે તે (આખિરત)નો બદલો કોના માટે છે.
(૪૩) અને આ કાફિર લોકો કહે છે કે, “તમે અલ્લાહના રસૂલ નથી”, (તમે) જવાબ આપી દો કે, “મારા અને તમારા વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે અને તેની જેના પાસે કિતાબનું ઈલ્મ છે.”[1] (ع-૬)