(૮૩) આખિરતનું આ ઘર અમે તેમના માટે નિશ્ચિત કરી દઈએ છીએ જેઓ ધરતી પર ઘમંડ અને અભિમાન નથી કરતા, ન ફસાદની ઈચ્છા રાખે છે, અને પરહેઝગારો (સંયમીઓ) ના માટે ઘણો સારો બદલો છે.
(૮૪) જે વ્યક્તિ કોઈ ભલાઈ લાવશે તેના માટે તેનાથી બહેતર ભલાઈ મળશે, અને જે વ્યક્તિ બૂરાઈ લઈને આવશે તો બૂરાઈ કરનારાઓને એવો જ બદલો આપવામાં આવશે જેવા કૃત્યો તેઓ કરતા હતા.[1]
(૮૫) જેણે (અલ્લાહે) તમારા પર કુરઆન ઉતાર્યુ છે તે તમને ફરીથી પહેલાની જગ્યા પર લાવવાનો છે, કહી દો કે, “મારો રબ તેમને પણ સારી રીતે જાણે છે જેઓ હિદાયત પામેલા છે અને તેમને પણ જેઓ સ્પષ્ટ ગુમરાહીમાં છે.”
(૮૬) અને તમે તો કદી વિચાર્યુ પણ ન હતુ કે તમારા તરફ કિતાબ ઉતારવામાં આવશે, પરંતુ આ તમારા રબની કૃપાથી (ઉતરી), હવે તમારે કદી કાફિરોના સહાયક ન થવું જોઈએ.
(૮૭) (ધ્યાન રહે કે) આ કાફિરો તમને અલ્લાહ (તઆલા)ની આયતોના પ્રચાર કરવાથી રોકી ન દે, એના પછી કે તમારા તરફ ઉતારી દેવામાં આવે, તો પોતાના રબ તરફ બોલાવતા રહો અને શિર્ક કરનારાઓ (મુશરિકો)માંથી ન થાઓ.
(૮૮) અને અલ્લાહ (તઆલા)ના સાથે કોઈ બીજા મા'બૂદને ન પોકારતા,[1] અલ્લાહ (તઆલા)ના સિવાય બીજો કોઈ બંદગીને લાયક નથી, પ્રત્યેક વસ્તુ નાશવંત છે પરંતુ તેનું મોઢું,[2] તેનું શાસન છે અને તમે તેના તરફ પાછા ફેરવવામાં આવશો. (ع-૯)