અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હા. મીમ.!
(૨) આ કિતાબ અલ્લાહ પ્રભુત્વશાળી હિકમતવાળા તરફથી ઉતરી છે.
(૩) આકાશો અને ધરતીમાં ઈમાનવાળાઓ માટે બેશક ઘણી બધી નિશાનીઓ છે.
(૪) અને તમારા પોતાના સર્જનમાં અને જાનવરોને ફેલાવવામાં વિશ્વાસ રાખવાવાળા સમુદાયના માટે ઘણી બધી નિશાનીઓ છે.
(૫) અને રાત-દિવસના બદલવામાં અને જે કંઈ રોજી અલ્લાહ (તઆલા)એ આકાશમાંથી ઉતારી છે. પછી તેનાથી મૃત ધરતીને જીવિત કરી દે છે, તેમાં અને હવાઓને બદલવામાં પણ અનેક નિશાનીઓ છે તે લોકોના માટે જેઓ બુદ્ધિ ધરાવે છે.[1]
(૬) આ છે અલ્લાહ (તઆલા)ની આયતો જેને અમે તમને સત્યપૂર્વક સંભળાવી રહ્યા છે, તો અલ્લાહ (તઆલા) અને તેની આયતોના પછી આ લોકો કઈ વાત પર ઈમાન લાવશે.
(૭) વિનાશ છે તે દરેક જૂઠા ગુનેહગાર પર.[1]
(૮) જેઓ અલ્લાહની આયતોને પોતાના સામે પઢવામાં આવે છે અને તેને સાંભળે છે પછી પણ ઘમંડ કરીને એવી રીતે અક્કડ રહે છે જાણે કે સાંભળી જ નથી, તો આવા લોકોને પીડાકારી અઝાબની ખબર આપી દો.
(૯) અને તે જ્યારે અમારી આયતોમાંથી કોઈ આયતની ખબર મેળવી લે છે તો તેનો મજાક ઉડાવે છે, આ જ લોકો છે જેમના માટે અપમાનિત કરવાવાળો અઝાબ છે.
(૧૦) તેમના પાછળ જહન્નમ છે, જે કંઈ તેમણે પ્રાપ્ત કર્યુ હતુ, તે તેમને કશો પણ લાભ નહીં આપે અને ન તે (કશું કામ આવશે) જેમને તેઓએ અલ્લાહના સિવાય સંરક્ષક બનાવી રાખ્યા હતા, તેમના માટે તો મોટો ભારે અઝાબ છે.
(૧૧) આ (સરાસર) હિદાયત છે,[1] અને જે લોકોએ પોતાના રબની આયતોને ન માની તેમના માટે ખૂબ સખત અઝાબ છે. (ع-૧)