Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૧૩) યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તૌરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે,[44] કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેસલો કરી દેશે.
(૧૧૪) અને એનાથી મોટો જાલિમ કોણ છે જે અલ્લાહ(તઆલા) ની મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર (સ્મરણ) કરવાથી રોકે, અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે ? [45] આવા લોકોએ ડરતા-ડરતા તેમાં દાખલ થવું જોઈએ, તેમના માટે દુનિયામાં પણ અપમાન અને આખિરતમાં પણ મોટી સજાઓ છે.
(૧૧૫) અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે, તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે,[46] અલ્લાહ (તઆલા) સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે.
(૧૧૬) અને તેઓ કહે છે કે અલ્લાહ (તઆલા)ની સંતાન છે. (નહિ પરંતુ) તે પવિત્ર છે, ધરતી અને આકાશોની તમામ વસ્તુઓ પર તેની હુકૂમત છે અને દરેક તેનો ફરમાબરદાર (આશાંકિત) છે.
(૧૧૭) તે આકાશ અને ધરતીનો રચયિતા છે, અને જયારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે થઈ જા, તે થઈ જાય છે.
(૧૧૮) અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ (તઆલા) સ્વયં અમારાથી વાત કેમ નથી કરતો અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી, આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી, તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા, અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી.
(૧૧૯) અમે તમને સત્ય સાથે ખુશખબર આપનાર, અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે અને જહન્તમીઓના બાબતે તમને પૂછવામાં નહિં આવે.
(૧૨૦) અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહિં થાય જયાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો, (આપ) કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત હોય છે.[47] અને જો તમે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાઓનું અનુસરણ કર્યુ તો અલ્લાહના પાસે ન તો તમારો કોઈ વલી (દોસ્ત) હશે ન કોઈ મદદગાર.
(૧૨૧) જેઓને અમે કિતાબ આપી[48] અને તેઓ તેને પઢવાના હક સાથે પઢે છે તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તેઓ પોતે પોતાનું નુકશાન કરે છે.[49]