(૯૫) અલ્લાહ જ દાણા અને ઠળિયાઓને ફાડીને કૂંપળો નીકાળે છે,[37] તે સજીવને નિર્જીવમાંથી અને નિર્જીવને સજીવમાંથી કાઢનાર છે તે જ અલ્લાહ છે, પછી તમે કયાં ભટકતા જઈ રહ્યા છો?
(૯૬) રાત્રિના પડદાને ચીરીને તે જ પ્રભાત કાઢે છે, અને તેણે રાત્રિને આરામ કરવા માટે, સૂર્ય અને ચંદ્રને હિસાબ લગાવવા માટે બનાવ્યા, આ ઠરાવેલી વાત છે જબરદસ્ત ઈલ્મવાળાની.
(૯૭) અને તેણે તમારા માટે તારાઓ બનાવ્યા જેથી તમે ભૂમિ અને સમુદ્રના અંધકારમાં તેના વડે રસ્તાને જાણી શકો,[38] અને તે લોકોના માટે નિશાનીઓને રજૂ કરી દીધી છે જેઓ ઈલ્મ ધરાવે છે.
(૯૮) અને તેણે તમને એક જીવમાંથી પેદા કર્યા પછી તમારી એક કાયમની અને એક સમર્પણની જગ્યા છે,[39] અને તેમના માટે નિશાનીઓને સ્પષ્ટ કરી દીધી છે જેઓ સમજે છે.
(૯૯) અને તે જ છે જેણે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, પછી તેના વડે દરેક પ્રકારની વનસ્પતિ ઉગાડી, પછી તેનાથી હરિયાળી નીકાળી જેમાંથી અમે ગૂંથેલ અનાજ અને ખજૂરની ડાળીઓમાંથી લટકતા ફળોના ઝૂમખા અને દ્રાક્ષ અને જૈતુન અને અનારના બાગ ઉગાડ્યા, જે એક પ્રકારના અને અનેક પ્રકારના હોય છે, તેમના ફળોને જુઓ જયારે તેમાં ફળ આવે અને તેમનું પાકવું, બેશક આમાં તે લોકો માટે નિશાનીઓ છે જેઓ ઈમાન ધરાવે છે.
(૧૦૦) અને લોકોએ જિન્નાતોને અલ્લાહના ભાગીદાર ઠેરવી દીધા છે, જયારે કે તેણે જ તેમને પેદા કર્યા છે, અને તેના (અલ્લાહ) માટે પુત્રો અને પુત્રીઓ ઉપજાવી કાઢી વગર કોઈ ઈલ્મના, તે (અલ્લાહ) તેમના વર્ણન કરેલ ગુણોથી પવિત્ર (અને સારો) છે. (ع-૧૨)