Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૬

આયત ૪૧ થી ૫૨

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اذْكُرُوا اللّٰهَ ذِكْرًا كَثِیْرًاۙ (41)

(૪૧) હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) ને ખૂબ વધારે યાદ કરો.


وَّ سَبِّحُوْهُ بُكْرَةً وَّ اَصِیْلًا (42)

(૪૨) અને સવાર-સાંજ તેની પવિત્રતાનું વર્ણન કરો.


هُوَ الَّذِیْ یُصَلِّیْ عَلَیْكُمْ وَ مَلٰٓئِكَتُهٗ لِیُخْرِجَكُمْ مِّنَ الظُّلُمٰتِ اِلَى النُّوْرِ ؕ وَ كَانَ بِالْمُؤْمِنِیْنَ رَحِیْمًا (43)

(૪૩) તે જ છે જે તમારા ઉપર પોતાની કૃપા વરસાવે છે અને તેના ફરિશ્તાઓ (તમારા માટે દયાની દુઆ કરે છે) જેથી તે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, અને અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓ ઉપર ઘણો મહેરબાન છે.


تَحِیَّتُهُمْ یَوْمَ یَلْقَوْنَهٗ سَلٰمٌ ۚۖ وَ اَعَدَّ لَهُمْ اَجْرًا كَرِیْمًا (44)

(૪૪) જે દિવસે તેઓ અલ્લાહ (તઆલા)ને મળશે, તેમનું સ્વાગત સલામ સાથે થશે, તેમના માટે અલ્લાહ (તઆલા)એ પ્રતિષ્ઠિત બદલો તૈયાર કરી રાખ્યો છે.


یٰۤاَیُّهَا النَّبِیُّ اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّ مُبَشِّرًا وَّ نَذِیْرًاۙ (45)

(૪૫) હે નબી! હકીકતમાં અમે જ તમને (રસૂલ) ગવાહ, ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવીને મોકલ્યા છે.


وَّ دَاعِیًا اِلَى اللّٰهِ بِاِذْنِهٖ وَ سِرَاجًا مُّنِیْرًا (46)

(૪૬) અને અલ્લાહના હુકમથી તેના તરફ આમંત્રણ આપનારા અને પ્રકાશિત દીવો બનાવીને.


وَ بَشِّرِ الْمُؤْمِنِیْنَ بِاَنَّ لَهُمْ مِّنَ اللّٰهِ فَضْلًا كَبِیْرًا (47)

(૪૭) અને તમે ઈમાનવાળાઓને ખુશખબર સંભળાવી દો કે તેમના માટે અલ્લાહ (તઆલા) તરફથી ખૂબ મોટી કૃપા છે.


وَ لَا تُطِعِ الْكٰفِرِیْنَ وَ الْمُنٰفِقِیْنَ وَ دَعْ اَذٰىهُمْ وَ تَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَ كَفٰى بِاللّٰهِ وَكِیْلًا (48)

(૪૮) અને કાફિરો અને મુનાફિકોનું કહેવાનું ન માનતા, અને જે દુઃખ (તેમના તરફથી) પહોંચે તેની પરવા ન કરતા, અલ્લાહ પર ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نَكَحْتُمُ الْمُؤْمِنٰتِ ثُمَّ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ فَمَا لَكُمْ عَلَیْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّوْنَهَا ۚ فَمَتِّعُوْهُنَّ وَ سَرِّحُوْهُنَّ سَرَاحًا جَمِیْلًا (49)

(૪૯) હે ઈમાનવાળાઓ! જ્યારે તમે ઈમાનવાળી સ્ત્રીઓ સાથે નિકાહ કરો, પછી જો તેમને હાથ લગાવતા પહેલા તલાક આપી દો તો તેમના પર તમારો કોઈ (હક) ઈદ્દત (તલાકના પછી નિર્ધારિત સમય સુધી મનાઈ કરવામાં આવેલ મુદ્દત)નો નથી જેની તમે ગણતરી કરો, તો તમે તેમને કંઈ ને કંઈ આપી દો અને સારી રીતે તેમને વિદાય કરી દો.


یٰۤاَیُّهَا النَّبِیُّ اِنَّاۤ اَحْلَلْنَا لَكَ اَزْوَاجَكَ الّٰتِیْۤ اٰتَیْتَ اُجُوْرَهُنَّ وَ مَا مَلَكَتْ یَمِیْنُكَ مِمَّاۤ اَفَآءَ اللّٰهُ عَلَیْكَ وَ بَنٰتِ عَمِّكَ وَ بَنٰتِ عَمّٰتِكَ وَ بَنٰتِ خَالِكَ وَ بَنٰتِ خٰلٰتِكَ الّٰتِیْ هَاجَرْنَ مَعَكَ {ز} وَ امْرَاَةً مُّؤْمِنَةً اِنْ وَّهَبَتْ نَفْسَهَا لِلنَّبِیِّ اِنْ اَرَادَ النَّبِیُّ اَنْ یَّسْتَنْكِحَهَا {ق} خَالِصَةً لَّكَ مِنْ دُوْنِ الْمُؤْمِنِیْنَ ؕ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَیْهِمْ فِیْۤ اَزْوَاجِهِمْ وَ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ لِكَیْلَا یَكُوْنَ عَلَیْكَ حَرَجٌ ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا (50)

(૫૦) હે નબી ! અમે તમારા માટે તમારી તે પત્નીઓ હલાલ કરી દીધી છે જેમની તમે મહેર (સ્ત્રીધન) આપી ચૂક્યા છો, અને તે દાસીઓ પણ જે અલ્લાહ (તઆલા)એ લડાઈમાં તમને આપી છે અને તમારા કાકાની પુત્રીઓ, ફોઈની પુત્રીઓ, મામાની પુત્રીઓ અને માસીની પુત્રીઓ પણ જેમણે તમારા સાથે હિજરત કરી છે અને તે ઈમાનવાળી સ્ત્રી જે પોતે પોતાને નબીના હવાલે કરી દે અને આ તે હાલતમાં કે નબી પોતે પણ જો તેમનાથી નિકાહ કરવા ચાહે, આ છૂટ ખાસ કરીને તમારા માટે જ છે અને બીજા ઈમાનવાળાઓ માટે નથી, અમે તેને સારી રીતે જાણીએ છીએ જે અમે તેમના ઉપર તેમની પત્નીઓ અને દાસીઓના વિશે (આદેશ) નક્કી કરી રાખ્યા છે, એટલા માટે કે તમારા ઉપર કોઈ મુસીબત પેદા ન થાય, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને દયાળુ છે.


تُرْجِیْ مَنْ تَشَآءُ مِنْهُنَّ وَ تُئْوِیْۤ اِلَیْكَ مَنْ تَشَآءُ ؕ وَ مَنِ ابْتَغَیْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَیْكَ ؕ ذٰلِكَ اَدْنٰۤى اَنْ تَقَرَّ اَعْیُنُهُنَّ وَ لَا یَحْزَنَّ وَ یَرْضَیْنَ بِمَاۤ اٰتَیْتَهُنَّ كُلُّهُنَّ ؕ وَ اللّٰهُ یَعْلَمُ مَا فِیْ قُلُوْبِكُمْ ؕ وَ كَانَ اللّٰهُ عَلِیْمًا حَلِیْمًا (51)

(૫૧) તેમનામાંથી જેને તમે ચાહો અલગ કરી દો અને જેને ચાહો સાથે રાખી લો, અને જો તમે તેમનામાંથી પણ કોઈને પોતાના પાસે બોલાવી લો જેને તમે અલગ કરી દીધી હતી, તો તમારા પર કોઈ દોષ નથી, આમાં એ વાતની શક્યતા વધારે છે કે તેમની (સ્ત્રીઓની) આંખો ઠરશે, અને તેઓ દુ:ખી નહિં થાય, અને જે કંઈ પણ તમે તેમને આપશો તેનાથી તેઓ સૌ રાજી રહેશે, તમારા દિલોમાં જે કંઈ છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે, અલ્લાહ (તઆલા) બધું જ જાણનાર અને સહનશીલ છે.


لَا یَحِلُّ لَكَ النِّسَآءُ مِنْۢ بَعْدُ وَ لَاۤ اَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ اَزْوَاجٍ وَّ لَوْ اَعْجَبَكَ حُسْنُهُنَّ اِلَّا مَا مَلَكَتْ یَمِیْنُكَ ؕ وَ كَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَیْءٍ رَّقِیْبًا ۧ (52)

(૫૨) આ પછી બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ નથી અને ન એની પરવાનગી છે કે તેમને છોડીને બીજી સ્ત્રીઓ સાથે (નિકાહ કરો) ભલેને તેમનું રૂપ સારૂ પણ લાગતું હોય, પરંતુ જે તમારી દાસીઓ હોય, અલ્લાહ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખે છે. (ع-)