(૧૨૩) 'આદ' (કોમ)એ પણ રસૂલોને ખોટા ઠેરવ્યા.[1]
(૧૨૪) જ્યારે કે તેમને તેમના ભાઈ હૂદે[1] કહ્યું કે, “શું તમે ડરતા નથી?
(૧૨૫) હું તમારો અમાનતદાર પયગંબર (સંદેશાવાહક) છું.
(૧૨૬) એટલા માટે અલ્લાહથી ડરો અને મારૂ કહ્યું માનો.
(૧૨૭) અને હું આના પર તમારા પાસે કોઈ મજદૂરી નથી માંગતો, મારી મજદૂરી તો સમગ્ર દુનિયાના રબ પાસે જ છે.
(૧૨૮) શું તમે એક-એક ટેકરી પર સ્તંભના રૂપમાં તમાશાનું નિશાન બનાવી રહ્યા છો.
(૧૨૯) અને મોટા મોટા (મજબૂત મહેલો) તૈયાર કરી રહ્યા છો, જાણે કે તમારે હંમેશા અહીં જ રહેવાનું છે.
(૧૩૦) અને જ્યારે કોઈના ઉપર હાથ નાખો છો તો કડકાઈ અને સખ્તીથી પકડો છો.
(૧૩૧) તો અલ્લાહથી ડરો અને મારી વાત માનો.
(૧૩૨) અને તેનાથી ડરો જેણે તે વસ્તુઓ વડે તમારી મદદ કરી જેને તમે જાણો છો.
(૧૩૩) તેણે તમારી મદદ કરી માલ અને સંતાનથી.
(૧૩૪) અને બાગો અને ઝરણાંઓથી.
(૧૩૫) મને તો તમારા ઉપર મોટા દિવસના અઝાબનો ડર છે.”
(૧૩૬) (તેમણે) કહ્યું કે, “તમે અમને શિખામણ આપો અથવા શિખામણ આપનારાઓમાં ન થાવ, અમારા માટે બધું બરાબર છે.
(૧૩૭) આ તો જુના જમાનાના લોકોનો ધર્મ છે.
(૧૩૮) અને અમે કદી અઝાબ પામનારા નહિ હોઈએ.”
(૧૩૯) જો કે “આદ'ની કોમે (હજરત) હૂદને ખોટો ઠેરવ્યો, તેથી અમે તેમને બરબાદ કરી દીધા, બેશક આમાં નિશાની છે અને આમાંના મોટાભાગના ઈમાનવાળા ન હતા.
(૧૪૦) અને બેશક તમારો રબ તે જ છે પ્રભુત્વશાળી અને દયાળુ. (ع-૭)