(૪૮) અને અઅ્.રાફવાળાઓ કેટલાક વ્યક્તિઓને તેમની નિશાનીઓથી ઓળખીને પોકારશે કે, “તમારી જમાઅત અને તમારો ઘમંડ તમારા કામ ન આવ્યા.”
(૪૯) શું આ તે લોકો છે જેમના વિષે તમે ભારપૂર્વક સોગંદ ખાઈ રહ્યા હતા કે આ (જન્નતીઓ) પર અલ્લાહની કૃપા [1] નહિ થાય? (તેમને કહેવામાં આવશે) કે, “જન્નતમાં દાખલ થઈ જાઓ, તમારા પર ન કોઈ ડર હશે અને ન તમે ગમગીન હશો.”
(૫૦) અને જહન્નમના સાથીઓ જન્નતના સાથીઓને પોકારશે કે અમારા ઉપર થોડું પાણી નાખી દો અથવા અલ્લાહે તમને જે રોજી આપી છે તેમાંથી થોડુંક આપો, તેઓ કહેશે, “અલ્લાહે આ બંને વસ્તુઓ કાફિરો માટે હરામ કરી દીધી છે.”
(૫૧) જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી દીધો અને દુનિયાની જિંદગીએ જેમને ફોસલાવી દીધા, એટલા માટે આજે અમે તેમને ભૂલી જઈશું, જેવી રીતે તેઓ આ દિવસને ભૂલી ગયા અને અમારી આયતોનો ઈન્કાર કરતા રહ્યા.
(૫૨) અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે.
(૫૩) શું આ લોકો આના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે?[1] જે દિવસે આનું અંતિમ પરિણામ આવી જશે, તો જે લોકો તેને પહેલા ભૂલાવી બેઠા હતા તેઓ કહેશે. કે, “અમારા રબના રસૂલ સત્ય લઈને આવ્યા.” તો શું કોઈ અમારો ભલામણકર્તા (સિફારીશી) છે જે અમારા માટે ભલામણ કરે? અથવા અમને બીજીવાર (દુનિયામાં) મોકલવામાં આવે, તો તેના સિવાય અમલ કરીએ જે કરતા રહ્યા, તેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા અને જે વાતો ઘડતા રહ્યા તે તેમનાથી ખોવાઈ ગઈ. (ع-૬)