(૩૪) પુરૂષ સ્ત્રી પર હાકિમ છે, એટલા માટે કે અલ્લાહે એક તે બીજા પર શ્રેષતા આપી છે, અને એટલા માટે કે પુરૂષોએ પોતાનો માલ ખર્ચ કર્યો છે,[39] એટલા માટે નેક ફરમાબરદાર સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં અલ્લાહની સુરક્ષા વડે (ઈજ્જત અને માલની) રક્ષણ કરનાર સ્ત્રીઓ છે અને જે સ્ત્રીઓથી તમને નાફરમાનીનો ડર હોય તેમને ચેતવણી આપો, અને તેમનું પાથરણું અલગ કરી દો (પછી પણ ન માને) તો મારો અને જો તમારૂ કહેવું માની લે તો તેમના પર રસ્તાની શોધ ન કરો,[40] બેશક અલ્લાહ ઘણો મહાન અને ઉચ્ચતર છે.
(૩૫) જો તમને (પતિ-પત્ની વચ્ચે) અનબન હોવાનો ડર હોય તો એક પંચ પતિના પરિવારમાંથી અને એક પત્નીના પરિવારમાંથી નક્કી કરો, જો તે બંને સમાધાન કરાવવા ઈચ્છે તો અલ્લાહ તે બંનેને મેળવી દેશે, બેશક અલ્લાહ જાણવાવાળો ખબર રાખવાવાળો છે.
(૩૬) અને અલ્લાહની બંદગી કરો, તેના સાથે કોઈને શરીક ન કરો, અને માતા-પિતા, રિશ્તેદારો, અનાથો, ગરીબો, નજીકના પડોશીઓ, દૂરના પડોશીઓ[41] અને સાથી મુસાફરો સાથે અહેસાન કરો, અને મુસાફરો અને જે તમારા આધિન છે (તેમના સાથે), બેશક અલ્લાહ બડાઈ હાંકનાર, ઘમંડીને પસંદ નથી કરતો.
(૩૭) જે લોકો (પોતે) કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસી કરવાનું કહે છે, અને અલ્લાહ (તઆલા) એ જે પોતાની મહેરબાનીથી તેમને આપી રાખ્યું છે તેને છુપાવે છે, અમે આવા અપકારી(નાશુક્રા) લોકો માટે અપમાનિત કરનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
(૩૮) અને જે લોકો પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા, અને જેનો સોબતી સાથી શયતાન હોય તે તો ઘણો ખરાબ સાથી છે.
(૩૯) અને ભલા તેમનું શું નુકસાન હતું જો તેઓ અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન લાવતા અને અલ્લાહ (તઆલા)એ જે તેમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા, અલ્લાહ (તઆલા) તેઓને સારી રીતે જાણનાર છે.
(૪૦) બેશક, અલ્લાહ (તઆલા) રજભાર બરાબર જુલમ નથી કરતો, અને જો નેકી હોય તો તેને બમણી કરી દે છે, અને ખાસ રીતે પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે.
(૪૧) તો શું હાલ થશે જે સમયે દરેક સમુદાયમાંથી એક ગવાહ અમે લાવીશું અને તમને તે લોકો પર ગવાહ બનાવીને લાવીશું.[42]
(૪૨) જે દિવસે કાફિરો અને રસૂલના નાફરમાનો એવી તમન્ના કરશે કે કાશ તેમને જમીનની સાથે બરાબર કરી દેવામાં આવતા અને અલ્લાહ (તઆલા) થી કોઈ વાત છુપાવી શકશે નહિં.(ع-૬)