Surah Al-Mulk
સૂરહ અલ-મુલ્ક
સૂરહ અલ-મુલ્ક
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) ખૂબ બરકતવાળો છે તે (અલ્લાહ) જેના હાથમાં રાજ્ય (મુલ્ક) છે અને જે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
(૨) જેણે જીવન અને મૃત્યુને એટલા માટે પેદા કર્યા કે જેથી તમારી પરીક્ષા કરે કે તમારામાંથી કોણ સારા કર્મો કરે છે, [2] અને તે પ્રભુત્વશાળી અને માફ કરવાવાળો છે.
(૩) જેણે સાત આકાશોને એકના ઉપર એક બનાવ્યા (તો હે જોવાવાળા!) તમે રહમાન (કૃપાળુ)ના સર્જનમાં કોઈ અસંગતતા નહિં જુઓ, ફરીથી વળીને જુઓ કે શું કોઈ વસ્તુ પણ (અસંગત) દેખાઈ રહી છે ?
(૪) ફરી ફરીને બબ્બેવાર જુઓ, તમારી નજર તમારા તરફ અપમાનિત (અને મજબૂર) થઈને થાકેલી પાછી ફરશે.
(૫) અને બેશક અમે દુનિયાના આકાશને દીવાઓ (તારાઓ) વડે શણગાર્યું, અને તેમને શેતાનોને મારવાનું સાધન બનાવી દીધા [3] અને શેતાનો માટે અમે (જહન્નમમાં બાળવાવાળો) અઝાબ તૈયાર કરી દીધો.
(૬) અને પોતાના રબનો ઈન્કાર કરવાવાળાઓ માટે જહન્નમનો અઝાબ છે, અને તે ખૂબજ ખરાબ ઠેકાણું છે.
(૭) જ્યારે તેઓને તેમાં નાખવામાં આવશે તો તેઓ તેની એક ભયંકર ચીખ સાંભળશે, અને તે જોશ મારી રહી હશે. [4]
(૮) (જાહેર થશે કે હમણા) ક્રોધથી ફાટી પડશે, [5] જયારે પણ તેમાં કોઈ જૂથને નાખવામાં આવશે તો તેમને જહન્નમના ચોકીદારો પૂછશે કે, “શું તમારા પાસે કોઈ ડરાવવાવાળો આવ્યો ન હતો ? ”
(૯) તેઓ જવાબ આપશે કે, “બેશક આવ્યો તો હતો, પરંતુ અમે તેને ખોટો ઠેરવી દીધો અને કહ્યું કે અલ્લાહ (તઆલા) એ કશું નથી ઉતાર્યું, તમે ખૂબ જ મોટી ગુમરાહીમાં પડેલા છો.”
(૧૦) અને કહેશે કે, “જો અમે સાંભળતા અથવા સમજતા તો આજે આ જહન્નમવાસીઓમાં સામેલ ન હોત.”
(૧૧) તો તેઓ પોતાના ગુનાહોને કબૂલ કરી લેશે, હવે આ જહન્નમવાસીઓ હટી જાય (દૂર થાય).
(૧૨) બેશક જે લોકો પોતાના રબને જોયા વગર જ ડરતા રહે છે, તેમના માટે માફી છે અને મહાન બદલો છે.
(૧૩) અને તમે તમારી વાતોને ધીમેથી કહો અથવા ઊંચા અવાજમાં, તે તો દિલોની (ગુપ્ત) વાતોને પણ સારી રીતે જાણે છે.
(૧૪) શું તે ન જાણે જેણે પેદા કર્યા છે ? પછી તે બારીક (સંપૂર્ણ) દષ્ટિવાળો અને સુમાહિતગાર પણ હોય. [6] (ع-૧)