(૩૨) આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન ૫૨ લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્યક્તિ એકનો જીવ બચાવશે, તેણે જાણે કે તમામને જીવતા કરી દીધા. અને તેમની પાસે અમારા રસૂલ ઘણી સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ, પછી પણ તેમનામાંથી વધારે પડતા લોકો ધરતી પર જુલમ (અને અતિરેક અને ક્રુરતા) કરવાવાળા જ રહ્યા.