Surah Hud

સૂરહ હૂદ

રૂકૂઅ : ૫

આયત ૫૦ થી ૬૦

وَ اِلٰى عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ اِنْ اَنْتُمْ اِلَّا مُفْتَرُوْنَ (50)

(૫૦) અને આદ કોમ તરફ તેમના ભાઈ હૂદને અમે મોકલ્યા તેમણે કહ્યું કે, “મારી કોમના લોકો! અલ્લાહની જ બંદગી કરો, તેના સિવાય કોઈ મા'બૂદ નથી તમે તો કફત આરોપ લગાવી રહ્યા છો.


یٰقَوْمِ لَاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ اَجْرًا ؕ اِنْ اَجْرِیَ اِلَّا عَلَى الَّذِیْ فَطَرَنِیْ ؕ اَفَلَا تَعْقِلُوْنَ (51)

(૫૧) મારી કોમના લોકો! હું આ કામ માટે તમારા પાસે કોઈ બદલો નથી માંગતો, મારો બદલો તેના શિરે છે જેણે મને પેદા કર્યો છે, તો શું પછી પણ તમે અક્લથી કામ નથી લેતા?


وَ یٰقَوْمِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ یُرْسِلِ السَّمَآءَ عَلَیْكُمْ مِّدْرَارًا وَّ یَزِدْكُمْ قُوَّةً اِلٰى قُوَّتِكُمْ وَ لَا تَتَوَلَّوْا مُجْرِمِیْنَ (52)

(૫૨) હે મારી કોમના લોકો! તમે પોતાના રબ પાસે ગુનાહોની માફી માગો, અને તેના દરબારમાં તૌબા કરો જેથી તે વરસાદવાળા વાદળોને તમારા પર મોકલી દે, અને તમારી તાકાતમાં ઓર વધારો કરે અને તમે ગુનેહગાર થઈને મોઢુ ન ફેરવો.”


قَالُوْا یٰهُوْدُ مَا جِئْتَنَا بِبَیِّنَةٍ وَّ مَا نَحْنُ بِتَارِكِیْۤ اٰلِهَتِنَا عَنْ قَوْلِكَ وَ مَا نَحْنُ لَكَ بِمُؤْمِنِیْنَ (53)

(૫૩) તેમણે કહ્યું, “હે હૂદ! તમે અમારા પાસે કોઈ દલીલ તો લાવ્યા નથી અને અમે ફક્ત તમારા કહેવા પર અમારા દેવતાઓને છોડવાના નથી અને અમે તમારા ઉપર ઈમાન લાવવાના નથી.


اِنْ نَّقُوْلُ اِلَّا اعْتَرٰىكَ بَعْضُ اٰلِهَتِنَا بِسُوْٓءٍ ؕ قَالَ اِنِّیْۤ اُشْهِدُ اللّٰهَ وَ اشْهَدُوْۤا اَنِّیْ بَرِیْٓءٌ مِّمَّا تُشْرِكُوْنَۙ (54)

(૫૪) બલકે અમે તો એમ જ કહીએ છીએ કે તમે અમારા કોઈ દેવતાની બૂરી ઝપટમાં આવી ગયા છો,” તેમણે જવાબ આપ્યો, “હું અલ્લાહને ગવાહ બનાવુ છું અને તમે પણ ગવાહ રહો કે હું તો અલ્લાહના સિવાય તે બધાથી વિમુખ છું જેને તમે ભાગીદાર બનાવી રહ્યા છો.”


مِنْ دُوْنِهٖ فَكِیْدُوْنِیْ جَمِیْعًا ثُمَّ لَا تُنْظِرُوْنِ (55)

(૫૫) સારૂ, તમે સૌ મળીને મારા વિરુધ્ધ બૂરાઈ કરી લો અને મને સહેજ પણ મોકો ન આપો.


اِنِّیْ تَوَكَّلْتُ عَلَى اللّٰهِ رَبِّیْ وَ رَبِّكُمْ ؕ مَا مِنْ دَآبَّةٍ اِلَّا هُوَ اٰخِذٌۢ بِنَاصِیَتِهَا ؕ اِنَّ رَبِّیْ عَلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (56)

(૫૬) મારો ભરોસો ફક્ત અલ્લાહ તઆલા ઉપર જ છે, જે મારો રબ અને તમારા સૌનો રબ છે. જેટલા પણ હરવા ફરવાવાળા છે તે બધાનું મસ્તક (પેશાની) તેના જ હાથમાં છે બેશક મારો રબ બિલકુલ સીધા માર્ગ ઉપર છે.


فَاِنْ تَوَلَّوْا فَقَدْ اَبْلَغْتُكُمْ مَّاۤ اُرْسِلْتُ بِهٖۤ اِلَیْكُمْ ؕ وَ یَسْتَخْلِفُ رَبِّیْ قَوْمًا غَیْرَكُمْ ۚ وَ لَا تَضُرُّوْنَهٗ شَیْئًا ؕ اِنَّ رَبِّیْ عَلٰى كُلِّ شَیْءٍ حَفِیْظٌ (57)

(૫૭) પછી પણ તમે મોઢુ ફેરવો છો તો ફેરવો, મેં તો તમને તે સંદેશો પહોંચાડી દીધો જેના સાથે મને તમારા તરફ મોકલવામાં આવ્યો હતો, મારો રબ તમારા સ્થાન પર બીજી કોમને ઉઠાવશે અને તમે તેનું કશું પણ બગાડી નહિ શકો, બેશક મારો રબ દરેક વસ્તુઓનો રક્ષક છે.


وَ لَمَّا جَآءَ اَمْرُنَا نَجَّیْنَا هُوْدًا وَّ الَّذِیْنَ اٰمَنُوْا مَعَهٗ بِرَحْمَةٍ مِّنَّا ۚ وَ نَجَّیْنٰهُمْ مِّنْ عَذَابٍ غَلِیْظٍ (58)

(૫૮) અને જ્યારે અમારો હુકમ આવી પહોંચ્યો તો અમે હૂદને અને તેના મુસલમાન સાથીઓને પોતાની ખાસ કૃપાથી મુક્તિ આપી અને અમે તે બધાને સખત સજાથી બચાવી લીધા.


وَ تِلْكَ عَادٌ ۙقف جَحَدُوْا بِاٰیٰتِ رَبِّهِمْ وَ عَصَوْا رُسُلَهٗ وَ اتَّبَعُوْۤا اَمْرَ كُلِّ جَبَّارٍ عَنِیْدٍ (59)

(૫૯) આ હતી આદની કોમ, જેણે પોતાના રબની આયતોને જૂઠાડી દીધી, અને તેના રસૂલોની નાફરમાની કરી અને દરેક સરકશ નાફરમાનોના હુકમોનું પાલન કર્યું.


وَ اُتْبِعُوْا فِیْ هٰذِهِ الدُّنْیَا لَعْنَةً وَّ یَوْمَ الْقِیٰمَةِ ؕ اَلَاۤ اِنَّ عَادًا كَفَرُوْا رَبَّهُمْ ؕ اَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُوْدٍ ۧ (60)

(૬૦) અને દુનિયામાં પણ તેમના પાછળ લા'નત લગાવી દેવામાં આવી અને કયામતના દિવસે પણ, જોઈ લો આદની કોમે પોતાના રબ સાથે કુફ્ર કર્યુ, હૂદની કોમ આદ પર લા'નત થાય. (ع-)