(૧૦૦) તો શું જે લોકો ધરતીમાં તેના રહેનારાઓના વિનાશ પછી વારસ બન્યા છે, તેમને જ્ઞાન ન થયું કે જો અમે ઈચ્છીએ તો તેમના ગુનાહોના કારણે તેમને મુસીબતમાં નાખી દઈએ અને તેમના દિલો પર મહોર મારી દઈએ પછી તેઓ સાંભળી ન શકે.[1]
(૧૦૧) આ શહેરોની કેટલીક ઘટનાઓ અમે તમને બતાવી રહ્યા છીએ અને તેમના રસૂલ તેમના પાસે દલીલો સાથે આવ્યા પછી પણ જેને તેઓએ પહેલા ન માની તેને પછી માનવાને લાયક ન રહ્યા, આવી રીતે અલ્લાહ કાફિરોના દિલો પર મહોર મારી દે છે.
(૧૦૨) અને અમે તેમનામાંથી ઘણાં ખરા લોકોને વચનનું પાલન કરતા ન જોયા અને અમે તેમનામાં મોટા ભાગનાઓને ફાસિક (અવજ્ઞાકારી) જોયા.
(૧૦૩) ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા[1] તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો.
(૧૦૪) અને મૂસાએ કહ્યું, “અય ફિરઔન! હું સમગ્ર સૃષ્ટિના રબ તરફથી પયગંબર છું.
(૧૦૫) મારા માટે એ જ બહેતર છે કે સત્ય સિવાય અલ્લાહ પર કોઈ વાત ન બોલું, હું તમારા રબ તરફથી એક નિશાની પણ લાવ્યો છું એટલા માટે તું ઈસરાઈલની સંતાનને મારા સાથે મોકલી દે."[1]
(૧૦૬) (ફિરઔને) કહ્યું, “જો તમે કોઈ નિશાની લઈને આવ્યા છો તો તેને રજૂ કરો, જો તમે સાચા છો.”
(૧૦૭) પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ.
(૧૦૮) અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો. (ع-૧૩)