Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૮

આયત ૬૧ થી ૭૦


وَ هُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهٖ وَ یُرْسِلُ عَلَیْكُمْ حَفَظَةً ؕ حَتّٰۤى اِذَا جَآءَ اَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَ هُمْ لَا یُفَرِّطُوْنَ (61)

(૬૧) તે પોતાના બંદાઓ ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે અને તમારા ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તાઓ) મોકલે છે, ત્યાં સુધી કે તમારામાંથી કોઈના મૃત્યુ (નો સમય) આવી જાય તો અમારા ફરિશ્તા તેનો જીવ કાઢી લે છે અને તેઓ જરા પણ સુસ્તી કરતા નથી.


ثُمَّ رُدُّوْۤا اِلَى اللّٰهِ مَوْلٰىهُمُ الْحَقِّ ؕ اَلَا لَهُ الْحُكْمُ {قف} وَ هُوَ اَسْرَعُ الْحٰسِبِیْنَ (62)

(૬૨) પછી તે પોતાના સાચા રબ (અલ્લાહ) તરફ પાછા લાવવામાં આવશે, હોંશિયાર! તેનો જ હુકમ ચાલશે અને તે ઘણો જલ્દી હિસાબ લેશે.


قُلْ مَنْ یُّنَجِّیْكُمْ مِّنْ ظُلُمٰتِ الْبَرِّ وَ الْبَحْرِ تَدْعُوْنَهٗ تَضَرُّعًا وَّ خُفْیَةً ۚ لَئِنْ اَنْجٰىنَا مِنْ هٰذِهٖ لَنَكُوْنَنَّ مِنَ الشّٰكِرِیْنَ (63)

(૬૩) તમે કહી દો કે, “રણ અને સમુદ્રના અંધકારમાંથી તમને કોણ બચાવે છે?" જ્યારે તેને નરમી અને ધીમેથી પોકારો છો કે, “જો અમને તેનાથી આઝાદ કરી દીધા તો અમે જરૂર તારા શુક્રગુજાર થઈશું.”


قُلِ اللّٰهُ یُنَجِّیْكُمْ مِّنْهَا وَ مِنْ كُلِّ كَرْبٍ ثُمَّ اَنْتُمْ تُشْرِكُوْنَ (64)

(૬૪) તમે પોતે કહો કે, “આનાથી અને દરેક મુસીબતથી તમને અલ્લાહ જ બચાવે છે, પછી પણ તમે શિર્ક કરો છો".


قُلْ هُوَ الْقَادِرُ عَلٰۤى اَنْ یَّبْعَثَ عَلَیْكُمْ عَذَابًا مِّنْ فَوْقِكُمْ اَوْ مِنْ تَحْتِ اَرْجُلِكُمْ اَوْ یَلْبِسَكُمْ شِیَعًا وَّ یُذِیْقَ بَعْضَكُمْ بَاْسَ بَعْضٍ ؕ اُنْظُرْ كَیْفَ نُصَرِّفُ الْاٰیٰتِ لَعَلَّهُمْ یَفْقَهُوْنَ (65)

(૬૫) તમે કહી દો, “તે તમારા ઉ૫૨ કોઈ અઝાબ તમારા ઉપરથી મોકલવા અથવા તમારા પગ નીચેથી (અઝાબ) મોકલવા અથવા તમારા અનેક જૂથો બનાવી પરસ્પર લડાઈની મજા ચખાડવાની તાકાત રાખે છે. તમે જુઓ અમે કેટલી રીતે કેવી નિશાનીઓ રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સમજી જાય.”


وَ كَذَّبَ بِهٖ قَوْمُكَ وَ هُوَ الْحَقُّ ؕ قُلْ لَّسْتُ عَلَیْكُمْ بِوَكِیْلٍ ؕ (66)

(૬૬) અને તમારી કોમે તેને જૂઠાડી દીધું જયારે કે તે સત્ય છે. તમે કહી દો, “હું તમારા ઉપર નિરીક્ષક નથી.”


لِكُلِّ نَبَاٍ مُّسْتَقَرٌّ {ز} وَّ سَوْفَ تَعْلَمُوْنَ (67)

(૬૭) દરેક ખબરનો એક નિશ્ચિત સમય છે અને તમે જલ્દી જાણી લેશો.


وَ اِذَا رَاَیْتَ الَّذِیْنَ یَخُوْضُوْنَ فِیْۤ اٰیٰتِنَا فَاَعْرِضْ عَنْهُمْ حَتّٰى یَخُوْضُوْا فِیْ حَدِیْثٍ غَیْرِهٖ ؕ وَ اِمَّا یُنْسِیَنَّكَ الشَّیْطٰنُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرٰى مَعَ الْقَوْمِ الظّٰلِمِیْنَ (68)

(૬૮) અને જયારે તમે તે લોકોને જુઓ જે અમારી આયતોમાં નુકતેચીની કરી રહ્યા છે તો તે લોકોથી અલગ થઈ જાઓ, ત્યાં સુધી કે તેઓ બીજા કામમાં લાગી જાય અને જો તમને શયતાન ભૂલાવી પણ દે, તો યાદ આવી ગયા પછી આવા જાલિમ લોકો સાથે ન બેસો.


وَ مَا عَلَى الَّذِیْنَ یَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّ لٰكِنْ ذِكْرٰى لَعَلَّهُمْ یَتَّقُوْنَ (69)

(૬૯) અને જે લોકો પરહેઝગારી રાખે છે તેમના ઉપર તેઓના પકડની કોઈ અસર થશે નહિ, પરંતુ તેમના અધિકારમાં તાલીમ આપવાનું છે, કદાચ તેઓ પણ પરહેઝગારી રાખવા લાગે.


وَ ذَرِ الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَهُمْ لَعِبًا وَّ لَهْوًا وَّ غَرَّتْهُمُ الْحَیٰوةُ الدُّنْیَا وَ ذَكِّرْ بِهٖۤ اَنْ تُبْسَلَ نَفْسٌۢ بِمَا كَسَبَتْ{ ۖ ق} لَیْسَ لَهَا مِنْ دُوْنِ اللّٰهِ وَلِیٌّ وَّ لَا شَفِیْعٌ ۚ وَ اِنْ تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا یُؤْخَذْ مِنْهَا ؕ اُولٰٓئِكَ الَّذِیْنَ اُبْسِلُوْا بِمَا كَسَبُوْا ۚ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِیْمٍ وَّ عَذَابٌ اَلِیْمٌۢ بِمَا كَانُوْا یَكْفُرُوْنَ ۧ (70)

(૭૦) અને એવા લોકો સાથે કદી પણ સંબંધ ન રાખો જેમણે પોતાના ધર્મને ખેલ-તમાશો બનાવી રાખ્યો છે અને દુનિયાની જિંદગીએ જેમને ધોખામાં નાખી રાખ્યા છે અને આ કુરઆન વડે તાલીમ પણ આપતા રહો જેથી કોઈ વ્યક્તિ પોતાના કર્મોના કારણે એવી રીતે ફસાઈ ન જાય કે કોઈ અલ્લાહના સિવાય તેની ન મદદ કરવાવાળો હોય અને ન ભલામણ કરવાવાળો અને એ હાલત હોય કે જો દુનિયાભરનો બદલો આપી દે તો પણ તેનાથી લેવામાં ન આવે, તેઓ એવા જ છે કે પોતાના કર્મોના કારણે ફસાઈ ગયા, તેમના માટે ઊકળતુ પાણી પીવા માટે હશે અને પીડાકારી સજા હશે તેમના કુફ્રના કારણે. -૮)