(૯) અને જો અમે મનુષ્યને કોઈ સુખની મજા ચખાડ્યા પછી તેને તેનાથી લઈ લઈએ તો તે ઘણો નિરાશ અને નાશુક્રો (અપકારી) બની જાય છે.
(૧૦) અને જો અમે તેને કોઈ સુખ પહોંચાડીએ, તે મુસીબત પછી જે તેને પહોંચી ચૂકી હતી તો તે કહે છે કે, “બસ, બૂરાઈઓ મારાથી દૂર થઈ ગઈ”,[1] બેશક તે ઘણો ખુશ થઈને ઘમંડ કરવા લાગે છે.
(૧૧) તેમના સિવાય જેઓ સબ્ર કરે છે અને નેક કામોમાં લાગેલા રહે છે, તે લોકો માટે માફી પણ છે અને ઘણો મોટો બદલો પણ.
(૧૨) તો કદાચ તમે તે વહીના કોઈ ભાગને છોડી દેવાના છો જે તમારા તરફ ઉતારવામાં આવે છે, અને તેનાથી તમારી છાતી તંગ છે, ફક્ત તેમની એ વાત ઉપર કે આ વ્યક્તિ પર કોઈ ખજાનો કેમ નથી ઉતર્યો? અથવા એમના સાથે કોઈ ફરિશ્તો કેમ ન આવ્યો?, સાંભળી લો! તમે તો ફક્ત ચેતવણી આપનારા જ છો[1] અને દરેક વસ્તુનો સંરક્ષક ફક્ત અલ્લાહ તઆલા છે.
(૧૩) શું આ લોકો કહે છે કે આ કુરઆનને પયગંબરે પોતે ઘડ્યું છે ? જવાબ આપો કે, “પછી તમે પણ આના જેવી દસ સૂરહ ઘડીને લઈ આવો અને અલ્લાહ સિવાય જેને ચાહો પોતાના સાથે સામેલ પણ કરી લો, જો તમે સાચા છો.
(૧૪) પછી જો તે લોકો તમારી વાતને કબૂલ ન કરે, તો તમે નિશ્ચિત રૂપે જાણી લો કે આ કુરઆન અલ્લાહના ઈલ્મ સાથે ઉતારવામાં આવ્યું છે અને એ કે અલ્લાહ સિવાય કોઈ, મા'બૂદ નથી, તો શું તમે મુસલમાન થાઓ છો?[1]
(૧૫) જે લોકો દુનિયાની જિંદગી અને તેના વૈભવ પર રાજી થઈ ગયા, અમે આવા લોકોને તેમના તમામ કર્મોનો (બદલો) અહીં જ સંપૂર્ણ રીતે પહોંચાડી દઈએ છીએ અને અહીં તેમને કોઈ કસર રાખવામાં આવતી નથી.
(૧૬) હાં, આ તે લોકો છે જેમના માટે આખિરતમાં આગ સિવાય બીજુ કશું નથી, અને જે કંઈ તેમણે અહીંયા કર્યું હશે ત્યાં બધુ બેકાર છે. અને જે કંઈ તેમના કર્મો હતા તે બધા નાશ થનારા છે.[1]
(૧૭) તે વ્યક્તિ જે પોતાના રબ તરફથી દલીલ પર હોય અને તેના સાથે અલ્લાહ તરફથી ગવાહ હોય, અને તેના પહેલા મૂસાની કિતાબ (ગવાહ હોય) જે હિદાયત અને કૃપા છે (બીજાની જેમ હોઈ શકે છે?) આ જ લોકો છે. જેઓ તેના પર ઈમાન રાખે છે અને તમામ જૂથોમાંથી જે કોઈ પણ તેનો ઈન્કારી હોય, તેમના અંતિમ વાયદાની જગ્યા જહન્નમ છે,[1] પછી તમે તેમાં કોઈ, પ્રકારની શંકામાં ન રહો, બેશક આ તમારા રબ તરફથી પૂરેપૂરું સત્ય છે, પરંતુ ઘણાં ખરાં લોકો ઈમાન લાવતા નથી.
(૧૮) અને તેનાથી વધારે જાલિમ કોણ હશે જેઓ અલ્લાહ પર જૂઠ બાંધે? આવા લોકો પોતાના રબ સામે હાજર કરવામાં આવશે, અને બધા ગવાહો કહેશે કે આ તે લોકો છે જેમણે પોતાના રબ ઉપર જૂઠ બાંધ્યુ, સાવધાન! અલ્લાહની લા'નત છે જાલિમો ઉપર.[1]
(૧૯) જેઓ અલ્લાહના માર્ગથી રોકે છે અને તેના માર્ગને વિકૃત કરવા માંગે છે આ જ તે લોકો છે જેઓ આખિરતનો ઈન્કાર કરે છે.
(૨૦) ન તો આ લોકો દુનિયામાં અલ્લાહને હરાવી શકે છે અને ન તેમનો કોઈ મદદગાર અલ્લાહના સિવાય હશે, તેમને બમણી સજા કરવામાં આવશે, ન તેઓ સાંભળવાની તાકાત રાખતા હતા અને ન જોવાની.
(૨૧) આ તે લોકો છે જેમણે પોતાનું નુકસાન પોતાની જાતે કરી લીધું અને જેમનાથી પોતાનું બાંધેલું જૂઠ ખોવાઈ ગયું.
(૨૨) બેશક આ જ લોકો આખિરતમાં નુકસાનમાં હશે.
(૨૩) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને તેમણે કામ પણ નેકીના કર્યા અને પોતાના રબ તરફ ઝૂકતા રહ્યા, તે જ લોકો જન્નતમાં જનારા છે, જયાં તેઓ હંમેશા રહેશે.
(૨૪) આ બન્ને જૂથોનું દ્રષ્ટાંત આંધળા-બહેરા અને જોવા-સાંભળવાવાળા જેવું છે,શું આ બંને સરખામણીમાં સમાન છે ? શું પછી પણ તમે નસીહત પ્રાપ્ત નથી કરતા ? (ع-૨)