Surah An-Nur

સૂરહ અન્-નૂર

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

سُوْرَةٌ اَنْزَلْنٰهَا وَ فَرَضْنٰهَا وَ اَنْزَلْنَا فِیْهَاۤ اٰیٰتٍۭ بَیِّنٰتٍ لَّعَلَّكُمْ تَذَكَّرُوْنَ (1)

(૧) આ એક સૂરહ છે જેને અમે ઉતારી છે” અને નિર્ધારિત કરી દીધી છે અને આમાં અમે સ્પષ્ટ આદેશો ઉતાર્યા છે જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.


اَلزَّانِیَةُ وَ الزَّانِیْ فَاجْلِدُوْا كُلَّ وَاحِدٍ مِّنْهُمَا مِائَةَ جَلْدَةٍ {ص} وَّ لَا تَاْخُذْكُمْ بِهِمَا رَاْفَةٌ فِیْ دِیْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ ۚ وَ لْیَشْهَدْ عَذَابَهُمَا طَآئِفَةٌ مِّنَ الْمُؤْمِنِیْنَ (2)

(૨) વ્યભિચાર કરનાર સ્ત્રી-પુરૂષમાંથી પ્રત્યેકને એકસો કોરડા મારો, અલ્લાહના નિયમોના અનુરૂપ સજા આપતા તમારે તેમના ઉપર કદી પણ દયા ન ખાવી જોઈએ જો તમને અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન હોય, અને તેમને સજા આપતી વખતે મુસલમાનોનું એક જૂથ હાજર રહેવું જોઈએ.


اَلزَّانِیْ لَا یَنْكِحُ اِلَّا زَانِیَةً اَوْ مُشْرِكَةً {ز} وَّ الزَّانِیَةُ لَا یَنْكِحُهَاۤ اِلَّا زَانٍ اَوْ مُشْرِكٌ ۚ وَ حُرِّمَ ذٰلِكَ عَلَى الْمُؤْمِنِیْنَ (3)

(૩) વ્યભિચારી પુરૂષ વ્યભિચારી સ્ત્રી અથવા મૂર્તિપૂજક સ્ત્રી સિવાય બીજા સાથે નિકાહ નથી કરતો, અને વ્યભિચારી સ્ત્રી વ્યભિચારી પુરૂષ અથવા મૂર્તિપૂજક પુરૂષ સિવાય બીજા સાથે નિકાહ નથી કરતી, અને ઈમાનવાળાઓ માટે આ હરામ કરી દેવામાં આવ્યું.


وَ الَّذِیْنَ یَرْمُوْنَ الْمُحْصَنٰتِ ثُمَّ لَمْ یَاْتُوْا بِاَرْبَعَةِ شُهَدَآءَ فَاجْلِدُوْهُمْ ثَمٰنِیْنَ جَلْدَةً وَّ لَا تَقْبَلُوْا لَهُمْ شَهَادَةً اَبَدًا ۚ وَ اُولٰٓئِكَ هُمُ الْفٰسِقُوْنَۙ (4)

(૪) અને જે લોકો પવિત્ર સ્ત્રી પર વ્યભિચારનો આરોપ મૂકે, પછી ચાર ગવાહ રજૂ ન કરી શકે, તો તેમને એંશી કોરડા મારો અને કદી પણ તેમની ગવાહી ન સ્વીકારો, તેઓ અવજ્ઞાકારી (ફાસિક) લોકો છે.


اِلَّا الَّذِیْنَ تَابُوْا مِنْۢ بَعْدِ ذٰلِكَ وَ اَصْلَحُوْا ۚ فَاِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (5)

(૫) હા, જે લોકો આના પછી માફી માંગીને સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) માફ કરનાર દયાળુ છે.


وَ الَّذِیْنَ یَرْمُوْنَ اَزْوَاجَهُمْ وَ لَمْ یَكُنْ لَّهُمْ شُهَدَآءُ اِلَّاۤ اَنْفُسُهُمْ فَشَهَادَةُ اَحَدِهِمْ اَرْبَعُ شَهٰدٰتٍۭ بِاللّٰهِ ۙ اِنَّهٗ لَمِنَ الصّٰدِقِیْنَ (6)

(૬) અને જે લોકો પોતાની પત્નીઓ પર વ્યભિચારનો આરોપ મૂકે તથા તેમનો સાક્ષી તેમના સિવાય કોઈ બીજો ન હોય, તો આવા લોકોમાંથી પ્રત્યેકની સાક્ષી એ છે કે ચાર વખત અલ્લાહની ક્સમ ખાઈને કહે તે સાચાઓમાંથી છે.


وَ الْخَامِسَةُ اَنَّ لَعْنَتَ اللّٰهِ عَلَیْهِ اِنْ كَانَ مِنَ الْكٰذِبِیْنَ (7)

(૭) અને પાંચમી વખતે કહે કે તેના પર અલ્લાહની ફિટકાર પડે જો તે જૂઠાઓમાંથી હોય.


وَ یَدْرَؤُا عَنْهَا الْعَذَابَ اَنْ تَشْهَدَ اَرْبَعَ شَهٰدٰتٍۭ بِاللّٰهِ ۙ اِنَّهٗ لَمِنَ الْكٰذِبِیْنَۙ (8)

(૮) અને તે સ્ત્રી) ની સજા આ રીતે ટળી શકે છે કે તે ચાર વખત અલ્લાહની કસમ ખાઈને કહે કે બેશક તેનો પતિ જૂઠ બોલનારાઓમાંથી છે.


وَ الْخَامِسَةَ اَنَّ غَضَبَ اللّٰهِ عَلَیْهَاۤ اِنْ كَانَ مِنَ الصّٰدِقِیْنَ (9)

(૯) અને પાંચમી વખતે કહે કે તેણીની ઉપર અલ્લાહનો પ્રકોપ તૂટી પડે જો તેનો પતિ સાચાઓમાંથી હોય.


وَ لَوْ لَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَ رَحْمَتُهٗ وَ اَنَّ اللّٰهَ تَوَّابٌ حَكِیْمٌ ۧ (10)

(૧૦) અને જો અલ્લાહની કૃપા અને દયા તમારા ઉપર ન હોત (તો તમારા પર દુઃખ ઉતરતા) અને અલ્લાહ (તઆલા) માફીને કબૂલ કરવાવાળો અને હિકમતવાળો છે. (ع-)