(૩૭) અને તમારો માલ અને સંતાન એવા નથી કે તમને અમારા પાસે (દરજ્જાથી) નજીક કરી દે, પરંતુ જેઓ ઈમાન લાવે અને નેક કામ કરે,[1] તો તેમના માટે તેમની નેકીનો બમણો બદલો છે, અને તેઓ નિર્ભય તથા નિશ્ચિત થઈને ભવ્ય મહેલોમાં રહેશે.
(૩૮) અને જે લોકો અમારી આયતોને નીચું દેખાડવાની દોડધામમાં લાગેલા રહે છે, તો તેઓને અઝાબમાં (પકડીને) હાજર કરવામાં આવશે.
(૩૯) કહી દો કે, “મારો રબ પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે રોજી વિપુલ કરે છે અને જેના માટે ચાહે માપની (પ્રમાણસર) કરી દે છે,[1] અને તમે જે કંઈ પણ અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો, અલ્લાહ તેનો (પૂરેપૂરો) બદલો આપશે અને તે સૌથી શ્રેષ્ઠ રોજી પ્રદાન કરવાવાળો છે.”
(૪૦) અને જે દિવસે અલ્લાહ (તઆલા) તમામ લોકોને ભેગા કરશે અને પછી ફરિશ્તાઓને પૂછશે કે, “શું આ લોકો તમારી જ બંદગી કરતા હતા ?”[1]
(૪૧) તો તેઓ કહેશે કે, “તું પવિત્ર છે અને અમારો સંરક્ષક તો તુ છે, નહિ કે આ લોકો, આ લોકો તો જિન્નાતોની બંદગી કરતા હતા, આમાંના ઘણાંખરાંને તો તેમના ઉપર જ ઈમાન હતું.”
(૪૨) તો આજે તમારામાંથી કોઈ(પણ) કોઈના માટે (કોઈપણ રીતે) નફા-નુકસાનનો માલિક નથી, અને અમે જાલિમો[1] ને કહી દઈશું કે હવે તે આગનો અઝાબ ચાખો જેને તમે જૂઠાડતા રહ્યા.
(૪૩) અને જયારે તેમના સામે અમારી સ્પષ્ટ આયતો પઢવામાં આવતી તો કહેતા કે, “આ એવો માણસ છે જે તમને તમારા બાપદાદાઓના મા'બૂદોથી રોકી દેવા ચાહે છે (આના સિવાય કોઈ વાત નથી) અને કહે છે કે, “આ (કુરઆન) તો ઘડેલો આરોપ છે.” અને સત્ય તેમના પાસે આવી ગયું પછી પણ કાફિરો એવું જ કહેતા રહ્યા કે, “આ તો ખુલ્લો જાદૂ છે.”
(૪૪) અને આ (મક્કાવાસીઓને) ન તો અમે કિતાબ આપી રાખી છે જેને તેઓ પઢતા હોય, અને ન તેમના તરફ તમારાથી પહેલા કોઈ સચેત કરનાર આવ્યા.
(૪૫) અને આમનાથી પહેલાના લોકોએ પણ અમારી વાતોને જુઠાડી હતી અને તેમને અમે જે કંઈ આપી રાખ્યુ હતું તેના દસમા ભાગ સુધી પણ આ લોકો પહોંચ્યા નથી, પરંતુ જયારે તેમણે મારા રસૂલોને ખોટા ઠેરવ્યા (તો પછી જોઈ લો) કે મારી સજા કેવી કઠોર હતી.[1] (ع-૫)