Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૫૩) હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે.[64]
(૧૫૪) અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો,[65] તેઓ જીવિત છે પરંતુ તમે નથી સમઝતા.
(૧૫૫) અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો.
(૧૫૬) તેમને જયારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને અમે તેના તરફ પાછા ફરનારા છીએ.
(૧૫૭) આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે.
(૧૫૮) બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે.[66] એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે.
(૧૫૯) જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે.[67]
(૧૬૦) પરંતુ તે લોકો જેઓ તૌબા કરી લે અને સુધાર કરી લે અને જાહેર કરે તો હું તેમની તૌબા કબૂલ કરી લઉં છું અને હું તૌબા કબૂલ કરવાવાળો અને દયાળુ છું.
(૧૬૧) બેશક, જે કાફિરો કુફ્રની હાલતમાં મરી જાય તેમના પર અલ્લાહની અને ફરિશ્તાઓની અને તમામ લોકોની ફિટકાર છે.
(૧૬૨) જેમાં તેઓ હંમેશા રહેશે ન તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.
(૧૬૩) અને તમારા સૌનો માઅબૂદ એક અલ્લાહ જ છે તેના સિવાય કોઈ સાચો માઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ
અને મોટો દયાળુ છે.