(૭) મૂર્તિપૂજકોનું વચન અલ્લાહ અને તેના રસૂલની નજદીક કેવી રીતે રહી શકે, સિવાય તે લોકોના જેમના સાથે તમે મસ્જિદે હરામના પાસે સંધિ કરી હતી, તો જ્યાં સુધી તેઓ તમારા સાથે સંધિ નિભાવે તો તમે પણ તેમના સાથે સંધિ નિભાવો, અલ્લાહ (તઆલા) પરહેઝગાર લોકોથી મોહબ્બત કરે છે.
(૮) તેમના વચનોનો શો ભરોસો, તેમને જો તમારા ઉપર કાબૂ મળી જાય તો ન તેઓ સંબંધનો ખ્યાલ રાખે ન વચનનો, પોતાના મોઢાંથી તેઓ તમને ખુશ કરી રહ્યા છે પરંતુ તેમના દિલ નથી માનતા અને તેમનામાંથી વધારે પડતા ફાસિક (અવજ્ઞાકારી) છે.
(૯) તેમણે અલ્લાહની આયતોને થોડા મૂલ્યમાં વેચી દીધી અને તેના માર્ગથી રોક્યા, ઘણું ખરાબ છે જે તેઓ કરી રહ્યા છે.
(૧૦) આ લોકો તો કોઈ મુસલમાનના હકમાં કોઈ સંબંધની અથવા વચનની પરવા નથી કરતા, આ લોકો તો છે જ હદથી વધી જનારા.
(૧૧) હજુ પણ જો તેઓ તૌબા કરી લે અને નમાઝ લગાતાર પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા ધર્મના ભાઈ[1] છે અને અમે જાણકારો માટે અમારી આયતોને વિગતવાર વર્ણવી રહ્યા છીએ.
(૧૨) જો એ લોકો સંધિ કર્યા પછી પણ પોતાનું વચન તોડી નાખે અને તમારા ધર્મની નિંદા પણ કરે, તો તમે પણ તે કાફિરોના સરદારોથી લડો, તેમની કસમનો કોઈ ભરોસો નથી, શક્ય છે કે આ રીતે તેઓ રોકાઈ જાય.
(૧૩) તમે તે લોકોના માથા કચડી નાખવા માટે કેમ તૈયાર નથી થતા, જેમણે પોતાની સંધિ તોડી નાખી ? અને (અંતે) રસૂલને દેશમાંથી કાઢી મૂકવાના વિચારમાં છે ? અને શરૂઆત તો તેમના તરફથી જ થઈ છે, શું તમે તેમનાથી ડરો છો ? અલ્લાહનો જ સૌથી વધારે હક છે કે તમે તેનો ડર રાખો જો તમે ઈમાનવાળા છો.
(૧૪) તેમના સામે તમે લડો, અલ્લાહ તમારા હાથો વડે તેમને તકલીફ અપાવશે, તેમને અપમાનિત અતે બેઈજ્જત કરશે, તમને તેમના મુકાબલામાં મદદ કરશે, અને મુસલમાનોના દિલોને ઠંડા કરશે.
(૧૫) અને તેમના દિલોના દુઃખ અને ગુસ્સાને દૂર કરશે.[1] અને તે જેના તરફ ચાહે છે પોતાની કૃપાથી આકર્ષિત થાય છે અને અલ્લાહ (તઆલા) બધું જ જાણનાર અને હિકમતવાળો છે.
(૧૬) શું તમે એવું સમજી બેઠા કે તમે છોડી દેવામાં આવશો ? જયારે કે અલ્લાહે તમારામાંથી તેમને પારખ્યા નથી જેઓ જિહાદના સિપાહી છે અને જેમણે અલ્લાહના અને તેના રસૂલના અને ઈમાનવાળાઓના સિવાય કોઈને દોસ્ત નથી બનાવ્યા, અને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણનાર છે જે કંઈ તમે કરી રહ્યા છો.(ع-૨)