Surah Al-Isra

સૂરહ અલ-ઈસ્રા

રૂકૂઅ : ૮

આયત ૭૧ થી ૭૭

یَوْمَ نَدْعُوْا كُلَّ اُنَاسٍۭ بِاِمَامِهِمْ ۚ فَمَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ فَاُولٰٓئِكَ یَقْرَءُوْنَ كِتٰبَهُمْ وَ لَا یُظْلَمُوْنَ فَتِیْلًا (71)

(૭૧) જે દિવસે અમે દરેક ઉમ્મતને તેમના ઈમામ સાથે બોલાવીશું, પછી જેમને પણ કર્મપોથી જમણા હાથમાં આપી દેવામાં આવશે તેઓ તો (ખુશીથી) પોતાની કર્મપોથી વાંચવા લાગશે અને રજભાર બરાબર પણ તેમના ઉપર જુલમ કરવામાં નહિ આવે.


وَ مَنْ كَانَ فِیْ هٰذِهٖۤ اَعْمٰى فَهُوَ فِی الْاٰخِرَةِ اَعْمٰى وَ اَضَلُّ سَبِیْلًا (72)

(૭૨) અને જે કોઈ આ દુનિયામાં આંધળો રહ્યો તે આખિરતમાં પણ આંધળો રહેશે અને માર્ગથી ઘણો જ દૂર ભટકેલો રહેશે.


وَ اِنْ كَادُوْا لَیَفْتِنُوْنَكَ عَنِ الَّذِیْۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ لِتَفْتَرِیَ عَلَیْنَا غَیْرَهٗ ۖ ق وَ اِذًا لَّاتَّخَذُوْكَ خَلِیْلًا (73)

(૭૩) અને આ લોકો તમને તે વહીથી જેને અમે તમારા તરફ ઉતારી છે ભટકાવી દેવા ઈચ્છતા હતા કે તમે આના સિવાય બીજી વાતો અમારા નામ પર ઘડી લો, ત્યારે તો તમને આ લોકો તમને પોતાના દોસ્ત બનાવી લેતા.


وَ لَوْ لَاۤ اَنْ ثَبَّتْنٰكَ لَقَدْ كِدْتَّ تَرْكَنُ اِلَیْهِمْ شَیْئًا قَلِیْلًا قۙ (74)

(૭૪) અને જો અમે તમને મક્કમ ન રાખતા તો વધારે શક્ય હતું કે તેમના તરફ થોડા ઘણાં ઝૂકી જ જતા.


اِذًا لَّاَذَقْنٰكَ ضِعْفَ الْحَیٰوةِ وَ ضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَیْنَا نَصِیْرًا (75)

(૭૫) પછી તો અમે પણ તમને બમણો અઝાબ દુનિયાનો આપતા અને બમણો અઝાબ મૃત્યુનો, પછી તમે તો પોતાના માટે અમારા સામે કોઈને પણ સહાયક ન પામતા.


وَ اِنْ كَادُوْا لَیَسْتَفِزُّوْنَكَ مِنَ الْاَرْضِ لِیُخْرِجُوْكَ مِنْهَا وَ اِذًا لَّا یَلْبَثُوْنَ خِلٰفَكَ اِلَّا قَلِیْلًا (76)

(૭૬) અને આ લોકો તમારા કદમ આ ધરતીથી ઉખાડવામાં જ લાગ્યા હતા કે તમને અહીંથી કાઢી મૂકે, પછી આ લોકો પણ તમારા પછી ઘણું ઓછુ રહી શક્તા.


سُنَّةَ مَنْ قَدْ اَرْسَلْنَا قَبْلَكَ مِنْ رُّسُلِنَا وَ لَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِیْلًا ۧ (77)

(૭૭) એવો જ નિયમ તેમનો હતો, જે તમારાથી પહેલા અમે રસૂલ મોકલ્યા, અને તમે અમારા નિયમોમાં કદી પણ બદલાવ નહિ જુઓ. (ع-)