Surah An-Nas

સૂરહ અન્‌-નાસ

આયત : ૫ | રૂકૂ : ૧

સૂરહ અન્‌-નાસ (૧૧)

માનવજાત

સૂરહ અન્‌-નાસ [1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં () આયતો અને એક (૧) રૂકૂઅ છે.


[1] સૂરઃ નાસ :- આની શ્રેઠતા આગળની સૂરહ સાથે વર્ણન કરી દેવામાં આવી છે એક બીજી હદીસમાં છે કે નબી (ﷺ) ને નમાઝમાં વિંછીએ ડંખ માર્યો, 

નમાઝ પછી આપે પાણી અને મીઠું મંગાવીને તેના ઉપર માલિસ કર્યુ અને સાથે-સાથે {قُلۡ اَعُوۡذُ بِرَبِّ النَّاسِۙ‏} પઢતા રહ્યા. 

(મજમઉઝ જવાયેદ-5/111 અને હૈસમીએ કહ્યું આની સનદ હસન છે.)

بِسۡمِ اللهِ الرَّحۡمٰنِ الرَّحِيۡمِ

અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

قُلۡ اَعُوۡذُ بِرَبِّ النَّاسِ ۙ (1)

(૧) તમે કહી દો કે હું લોકોના રબની પનાહમાં આવું છું. [2]

[2] { رَبِّ} (રબ)નો અર્થ છે જે શરૂઆતથી જ જયારે મનુષ્ય હજુ તો માતાના ગર્ભાશયમાં જ હોય છે ત્યારથી જ તેની યોજના બનાવે છે અને સુધાર કરે છે ત્યાં સુધી કે તે પુખ્ત થઈ જાય છે પછી તે આ રીતે માત્ર કેટલાક લોકો માટે જ નહિં પરંતુ સમગ્ર માનવજાતિ માટે કરે છે અને તમામ માનવજાતિ માટે જ નહિં પરંતુ પોતાની સમગ્ર સૃષ્ટિ માટે કરે છે અહીં ફક્ત મનુષ્યોની ચર્ચા તેની શ્રેષ્ઠતા અને પ્રાધાન્ય દેખાડવા માટે છે જે તેમને સમગ્ર સૃષ્ટિ પર પ્રાપ્ત છે.

مَلِكِ النَّاسِ ۙ (2)

(૨) લોકોના માલિકની.

اِلٰهِ النَّاسِ ۙ (3)

(૩) લોકોના સાચા મા'બૂદ (ઉપાસ્ય) ની (પનાહમાં). [3]

[3] જે સમગ્ર દુનિયાનો પાલનહાર હોય, સમગ્ર સૃષ્ટિ તેના તાબે છે તે એકલો એ વાતને લાયક છે કે તેની જ બંદગી કરવામાં આવે, અને તે બધા મનુષ્યોનો મા'બૂદ (ઉપાસ્ય) હોય, એટલા માટે તે મહાન અને ઉચ્ચતર હસ્તીની પનાહ પ્રાપ્ત કરુ છું.

مِنۡ شَرِّ الۡوَسۡوَاسِ  ۙ الۡخَـنَّاسِ ۙ‏ (4)

(૪) શંકા (વસવસા) નાખવાવાળા, પાછળ હટી જનાર (શેતાન) ની બૂરાઈથી.

الَّذِىۡ يُوَسۡوِسُ فِىۡ صُدُوۡرِ النَّاسِ ۙ (5)

(૫) જે લોકોના દિલોમાં શંકા (વસવસા) નાંખે છે.

مِنَ الۡجِنَّةِ وَالنَّاسِ‏ (6)

(૬) (પછી)તે જિન્નતોમાંથી હોય કે મનુષ્યોમાંથી.[4] (ع-૧)

[4] આ વસવસો નાખવાવાળા બે પ્રકારના હોય છે. જિન્નાતોના શેતાન અને મનુષ્યોના શેતાન. પહેલા શેતાનને અલ્લાહે મનુષ્યોને ગુમરાહ કરવાની શક્તિ આપી છે. આ સિવાય દરેક મનુષ્યના સાથે તેનો એક શેતાન સાથી હોય છે જે તેને ગુમરાહ કરતો રહે છે. હદીસમાં છે કે જયારે નબી (ﷺ) એ આ વાત બતાવી તો સહાબાએ પ્રશ્ન કર્યો કે, “હે અલ્લાહના નબી! શું તે તમારા સાથે પણ છે?'' આપે ફરમાવ્યું, “હાં, પરંતુ અલ્લાહે મારી મદદ કરી છે અને તે મારો ફરમાબરદાર (આજ્ઞાકારી) છે. મને ભલાઈ સિવાય બીજુ કશું નથી કહેતો.'' (સહીહ મુસ્લિમ, કિતાબુલ સિફતિલ કિયામહ)