Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૪૭) અય (યાકૂબ) ઈસરાઈલની સંતાનો! મારી તે ને'મતને યાદ કરો, જે મેં તમારા પર અહેસાન કર્યું અને મેં તમને સમગ્ર દુનિયા પર શ્રેઠતા આપી.
(૪૮) અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ કોઈને કામ નહિં આવે, ન તેની કોઈ ભલામણ સ્વીકારવામાં આવશે, ન તેનાથી કોઈ બદલો કબૂલ કરવામાં આવશે, અને ન તેમને મદદ આપવામાં આવશે.
(૪૯) અને જયારે અમે તમને ફિરઔનના માણસોથી[22] છુટકારો અપાવ્યો, જેઓ તમને સખત તકલીફ આપતા હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી છોડી દેતા, એનાથી છુટકારો અપાવવામાં તમારા રબનો મોટો ઉપકાર હતો.
(૫૦) અને જયારે અમે તમારા માટે દરિયાને ફાડી નાખ્યો[23] અને તેનાથી તમને પાર કરી દીધા અને ફિરઔનના સાથીઓને તમારી આંખો સામે ડૂબાડી દીધા.
(૫૧) અને અમે મૂસા (અ.સ.)ને ચાલીસ રાતોનો વાયદો કર્યો, પછી તમે વાછરડાને માઅબૂદ (ઉપાસ્ય) બનાવી દીધો, અને જાલિમ બની ગયા.
(૫૨) પરંતુ અમે એના પછી પણ તમને માફ કરી દીધા, જેથી તમે શુક્રગુજાર બનો.
(૫૩) અને અમે મૂસા (અ.સ)ને તમારી હિદાયત (માર્ગદર્શન) માટે કિતાબ (તૌરાત) અને મોઅજિઝા (ચમત્કાર) આપ્યા.
(૫૪) અને જયારે મુસા (અ.સ.) એ પોતાની કોમવાળાઓને કહ્યું કે, “અય મારી કોમવાળાઓ! તમે વાછરડાને પૂજય બનાવી પોતે પોતાની ઉપર જુલમ કર્યો છે, હવે તમે પોતાને પેદા કરવાવાળાની તરફ ધ્યાન કરો, પોતાની જાતે (અપરાધીને) પોતાના હાથોથી કતલ કરો, તમારા માટે અલ્લાહની પાસે એમાં જ ભલાઈ છે.” તો તેણે તમારી તૌબા કબૂલ કરી, બેશક તે જ તૌબા કબૂલ કરવાવાળો અને મહેરબાન છે.
(૫૫) અને (તમે એને પણ યાદ કરો) જયારે તમે મુસા (અ.સ.) ને કહ્યું કે જયાં સુધી અમે અલ્લાહને રૂબરૂ ન જોઈ લઈએ કદી પણ ઈમાન નહિં લાવીએ (જે નાફરમાનીના દંડ સ્વરૂપે) તમારા પર તમારા જોતા વીજળી પડી.
(૫૬) (પરંતુ) પછી અમે તમને મૃત્યુ બાદ જીવન એટલા માટે આપ્યું જેથી તમે આભાર વ્યક્ત કરો.
(૫૭) અને અમે તમારા ઉપર વાદળોનો છાંયડો કર્યો અનેતમારા પર મનન અને સલ્વા[24] ઉતાર્યું, (અને કહી દીધુ) અમારી આપેલી પવિત્ર વસ્તુઓ ખાઓ, અને તેઓએ અમારા પર જુલમ નથી કર્યો પરંતુ પોતે પોતાના પર જુલમ કરતા હતા.
(૫૮) અને અમે તમને કહ્યું કે આ વસ્તીમાં જાઓ.[25] અને જે કંઈ જ્યાંથી ઈચ્છો પેટ ભરીને ખાઓ-પીઓ અને દરવાજામાંથી માથુ ઝુકાવીને પ્રવેશ કરો[26] અને મોઢાથી કહો કે “અમે માફી ચાહિએ છીએ.”[27] અમે તમારી ભૂલોને માફ કરી દઈશું અને ભલાઈ કરવાવાળાઓને ઓર વધારે આપીશું.
(૫૯) પછી તે જાલિમોએ આ વાત જે તેમને કહેવામાં આવી હતી, બદલી નાખી, અમે પણ તે જાલિમો પર તેમની નાફરમાની ના કારણે આકાશમાંથી અઝાબ ઉતાર્યો.[28]