(૩૫) અને બેશક અમે મૂસાને કિતાબ આપી અને તેમના સાથે તેમના ભાઈ હારૂનને તેમનો સહાયક બનાવ્યો.
(૩૬) અને કહી દીધુ કે તમે બંને તે લોકો તરફ જાઓ જેઓ અમારી નિશાનીઓને ખોટી ઠેરવી રહ્યા છે, પછી અમે તેમને બિલકુલ નષ્ટ કરી દીધા.
(૩૭) અને નૂહની કોમે પણ જ્યારે રસૂલોને જૂઠા કહ્યા તો અમે તેમને ડૂબાડી દીધા અને લોકોના માટે તેમને નસીહત પ્રાપ્ત કરવાની નિશાની બનાવી દીધા અને અમે જાલિમોના માટે સખત સજા તૈયાર કરી રાખી છે.
(૩૮) અને આદ કોમ અને સમૂદ કોમ અને કૂવાવાળાઓને[1] અને તેમના વચ્ચે બીજા ઘણા સંપ્રદાયોને (નષ્ટ કરી દીધા)
(૩૯) અને અમે દરેકના સામે દષ્ટાંતોને વર્ણન કર્યા, પછી દરેકને પૂરી રીતે નષ્ટ કરી દીધા.
(૪૦) અને આ લોકો તે વસ્તી પાસેથી પણ આવતાં-જતાં રહે છે જેમના ઉપર ખરાબ પ્રકારનો વરસાદ વરસાવવામાં આવ્યો,[1] શું આના પછી પણ તેને જોતા નથી ? હકીકત એ છે કે તેમને મરીને બીજીવાર જીવતા થઈને ઉઠવા પર વિશ્વાસ જ નથી.
(૪૧) અને તમને જયારે પણ જુએ છે તો તમારો મજાક ઉડાવવા લાગે છે, કહે છે કે, “શું આ જ તે માણસ છે જેને અલ્લાહે રસૂલ બનાવીને મોકલ્યો છે ? ”
(૪૨) એ (તો કહો) કે અમે મક્કમ ન રહ્યા હોત તો તેણે તો અમને અમારા મા'બૂદોથી ભટકાવી દેવામાં કોઈ કસર નથી રાખી, અને જ્યારે તેઓ અઝાબને જોઈ લેશે ત્યારે તેમને સ્પષ્ટ રૂપે જાણ થઈ જશે કે સંપૂર્ણ રીતે માર્ગથી ભટકેલા કોણ હતા ?
(૪૩) શું તમે તેને પણ જોયો છે જેણે પોતાની મનેચ્છાઓને પોતાનો દેવતા બનાવેલ છે ? શું તમે તેના જવાબદાર હોઈ શકો છો ?
(૪૪) શું તમે એમ સમજો છો કે આમાંના મોટા ભાગના લોકો સાંભળે અથવા સમજે છે ? આ તો નર્યા પશુ જેવા છે, બલ્કે એનાથી પણ વધારે ભટકેલા.[1] (ع-૪)